ગીર પશ્વિમના મેં. ડી.સી.એફ. તોમરના માર્ગદર્શન હેઠળ વન્યપ્રાણી સબબ ગુનાહિત પ્રવૃતિ અટકાવવા માટે તાલાલા રેન્જના આરએફઓ ધવલ વઘાસીયાની સૂચના મુજબ પેટ્રોલિંગની કામગીરી દરમિયાન 28મે 2025નાં રાત્રિનાં 1 વાગ્યાની આસપાસ પી. કે. વાળા વનપાલ સાથે મનીષભાઈ રવીયા ફોરેસ્ટ ગાર્ડ, આર.ડી. સોલંકી વ.ર.સ. તેમજ રાહુલભાઈ વાઢેર, ઇમરાનભાઈ બ્લોચ લેબરનાઓ દ્વારા તાલાલા રેન્જની તાલાલા રાઉન્ડમાં હડમતીયા બીટના હડમતીયા પી.એફ 239 કોરબા પોઇન્ટ જંગલ ભાગમાં તહોમતદાર વત્સલ પટેલ રે.રાજકોટ અને શૈલેષ આહીર રે. ગાંધીનગર તેમજ વિજય જેઠવા રે. હડમતીયાવાળા ત્રણેય શખ્સો ગેરકાયદેસર રીતે રાત્રિના સમયે જંગલમાં પ્રવેશ કરી અને વન્યપ્રાણીને રંજાડ કરવાના ગુના આચરતા હોય જે સબબ આ શખ્સોની અટકાયત કરી ગના એડવાન્સ રિકવરી પેટે રૂપિયા 75,000વસુલ કરી ત્રણેય શખ્સોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

