જેતપુર તાલુકાના મોણપર ગામે રહેતા કાઠી પ્રૌઢના ભાઈ ગામના સરપંચ હોય અને ધોલાઈ ઘાટના પ્રદુષિત પાણી બાબતે રજૂઆત કરતા હોય જેનો ખાર રાખી પ્રૌઢને જાહેરમાં ભૂંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી બાબતે જેતપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.
પોલીસ મથકે નોંધાવેલ ગુના મુજબ જેતપુર તાલુકાના મોણપર ગામે રહેતા અનકભાઇ જીલુભાઇ ધાંધલ( કાઠી) હુ ઉપર બતાવેલ ઠેકાણે મારા પરીવાર સાથે રહુ છુ અને ખેતીકામ કરી મારા પરીવારનુ ગુજરાન ચલાવુ છુ મારે સંતાનમા કોઇ બાળક નથી હું ધો .૩ સુધી ભણેલ છુ . તા .૦૭ / ૧૨ / ૨૦૨૧ ના બપોરના બારેક વાગ્યાની આસપાસ હું મારા ઘર પાસે ઉભો હતો અને અમારા કાકાના દિકરા ભુપતભાઇ તથા તેના દિકરા રઘુભાઇ તથા મુનાભાઇ અમારા ઘરની સામે તેના ઘર પાસે ઉભા હતા તેવામા અમારા ગામના બાઘુભાઇ ભીમભાઇ ધાંધલ તથા તેના દિકરા રવુભાઇ બાઘુભાઇ ધાંધલ બંને જણા તેની ફોરવ્હીલ એકસ.યુ.વી. કાર લઇને આવેલ અને કારમાંથી બાઘુભાઇ ધારીયુ તથા રવુભાઇ ભાલુ લઇને ઉતરેલ હતા અને મારા ઘરની સામે મારા મોટાભાઇ પ્રતાપભાઇને ભુંડાબોલી ગાળો આપતા પ્રતાપભાઇના ઘરે જતા હતા જેથી મે આ બાઘુભાઇ તથા રવુભાઇને ગાળો ના બોલવા તેમજ માથાકુટ ના કરવા સમજાવવા જતા આ બંને જણાએ મને કહેલ કે તારો ભાઇ પ્રતાપ અમારા ધોલાઇ ઘાટ ના પ્રદુષીત પાણી બાબતે રજુઆત કરે છે તો તેને સમજાવી દેજે નહીતર પ્રતાપને જાનથી મારી નાખીશ તેમ કહી મને પણ આ બંને જણા ભુડાબોલી ગાળો દઇ જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગેલ હતા , અને તેવામા આ બાઘુભાઈના ભત્રીજા પ્રકાશભાઇ દાદભાઈ ધાંધલ તલવાર લઇને તથા દેવકુભાઈ દાદભાઇ ધાંધલ લાકડી લઈને ત્યા આવી ગયેલ હતા . અને તેઓ બંને પણ મને જેમ ફાવે તેમ ભુડાબોલી ગાળો દેવા લાગેલ હતા . અને ત્યા મુનાભાઇ ભુપતભાઇ મોબાઇલમા શુટીંગ ઉતારવાનું ચાલુ કરેલ તો આ રવુભાઇ તેની પાછળ ભાલુ લઇને તેને મારવા માટે દોડેલ હતા અને બાદ અમારા ગામનો લાલભાઇ નટુભાઇ ધાંધલ તથા મારા કાકાના દિકરા ભુપતભાઇ તથા તેના દિકરા રધુભાઇ બધા વચ્ચે પડતા આ બાઘુભાઈ તથા રવુભાઇ તથા પ્રકાશભાઇ તથા દેવકુભાઇને સમજાવીને પાછા વાળેલ હતા.અને ત્યારબાદ આ બધા લોકો તેના ઘરે જતા રહેલ હતા .અને બાદમા આ બનાવની વાત મે મારા મોટાભાઇ પ્રતાપભાઇને કરેલ હતી અને આ બનાવનુ કારણ મારા મોટાભાઇ પ્રતાપભાઇ ગામના સરપંચ હોય અને ધોલાઇ ઘાટ ના પ્રદુષીત પાણી બાબતે જુદી જુદી કચેરીમાં રજુઆત કરેલ હોય જેનો ખાર રાખી આ ચારેય ઇસમો મારા મોટાભાઇ સાથે માથાકુટ કરવા આવતા બનાવ બનેલ છે.આ બનાવમા કોઇને ઇજા થયેલ નથી કે મારા મારી થયેલ નથી.આ બનાવ બાબતે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવી હતી.
જેતપુર તાલુકા પોલીસે ચારે શખ્સો સામે ઇ.પી.કો કલમ -૫૦૪,૨૯૪ ( ખ ),૫૦૬ ( ૨ ) ,૧૧૪ જી.પી.એકટ ક.૧૩૫ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


