ઉના તાલુકાની સોનારી પ્રાથમિક શાળામાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી અંતર્ગત ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા મિશન લાઈફ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
વેકેશન દરમિયાન પણ 100 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો.

ગીર ફાઉન્ડેશન ગાંધીનગરના ભાવેશભાઈ ત્રિવેદીએ બાળકોને પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણ વિશે માહિતી આપી.
વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શાળાની આસપાસના વિસ્તારમાંથી પ્લાસ્ટિક કચરો એકત્રિત કર્યો.
ભાવેશભાઈએ પ્લાસ્ટિકના રિસાયકલિંગ અને વેસ્ટમાંથી ઇકો બ્રિક્સ બનાવી ગાર્ડનિંગમાં તેના ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું.

કાર્યક્રમ દરમિયાન પીપીટી દ્વારા વિષય સમજ આપવામાં આવી અને “પ્લાસ્ટિક મુક્ત ભારત” વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
ભાવેશભાઈએ પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ અને વૃક્ષોની ઉપયોગિતા વિશે પણ વિસ્તૃત માહિતી આપી.

સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરી પર્યાવરણ જાળવણીનો સંકલ્પ લીધો.
કાર્યક્રમના અંતે બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો અને ઈકો પાર્કની મુલાકાત લેવામાં આવી.
પર્યાવરણ પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતી સોનારી શાળા માટે આ એક ગૌરવપૂર્ણ ક્ષણ બની રહી.


