ખંભાળિયાની ભાગોળે રામનાથ સોસાયટી તથા જૂની લોહાણા મહાજન વાડી પાસે ખુટિયાએ આતંક મચાવ્યો હતો.જેના પગલે અફડા તફડી સાથે દોડધામ મચી જવા પામી હતી.પાલિકા દ્વારા મહા઼મહેનતે ખુટીયાને થાંભલા સાથે બાંધી દેતા લોકોએ રાહત અનુભવી હતી.જોકે,એક મહિલા સહિત ત્રણ લોકો ઉપરાંત બેક વાહનો પણ ખુટીયાની હડફેટે ચડયાનુ જાણવા મળ્યુ હતુ.
ખંભાળીયા શહેરમાં આડેધડ ફરતા ખુટિયા આખલાને અગાઉ ઢગલાબંધને ગૌશાળાઓ મોકલી દેવાયા હતા જે પછી બાકી રહેલા ખૂટીયા વારંવાર ‘તાંડવ’ મચાવતા રહે છે.સોમવારે રામનાથ સોસાયટી વિસ્તારમાં એક ખુટિયો હડકવા ઉપડતા ગાંડો થતા નજીકમાંથી જે વાહન વાળા નીકળે કે પગપાળા કે પ્રાણી નીકળે તેના પર હુમલો કરવા લાગતો હોય એક મહિલા અને બે પુરુષને હડફેટે લીધા હતા.
જેમને હોસ્પિટલે ખસેડાયા હતા તથા બેએક વાહન ચાલકોના વાહનોને પણ નુકશાન કર્યું હતું. તે પછી પાલિકા તંત્રને જાણ કરાતા એનિમલ કેર સંસ્થા દ્વારા ખંભાળીયા પાલિકાના સ્ટાફ સાથે મળીને રેસ્ક્યુ કરીને તેને એક થાંભલા સાથે બાંધી દેતા લોકોએ નિરાંતનો શ્વાસ લીધો હતો.અન્ય એક આખલો લોહાણા મહાજનવાડી પાસેના સિકોતેર માતાજી મંદિર નજીક પણ ગાંડો થતા થોડો સમય રસ્તા પરનો વાહન વ્યવહાર પણ થંભી ગયો હતો જે પછી પાલિકા સ્ટાફ દ્વારા તેનું પણ રેસ્ક્યુ કરાયું હતું.

