જાહેરમાં થૂંકવા અંગે અમરેલી જિલ્લામાં ૫૪૩ કેસ કરી રૂ. ૧,૧૯,૭૦૦ નો દંડ વસૂલવામાં આવ્યો
આરોગ્ય તંત્રની જનતાને અપીલ : હાથ ન મિલાવો, છીંક આવતાં મોં આડે રૂમાલ રાખો
જાહેરમાં થૂંકતા પકડાતા રૂ. ૫૦૦ નો દંડ
અમરેલી, તા. ૧૭ એપ્રિલ
હાલ વિશ્વના મોટાભાગના દેશોમાં ભયાનક રીતે પ્રસરેલા કોરોના વાઇરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મહામારી તરીકે જાહેર કર્યો છે. આ રોગના અટકાયતી પગલાના ભાગરૂપે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ધુમ્રપાન રહીત તમાકુનું સેવન ન કરવા અને જાહેરમાં ન થૂંકવા અંગે જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે. કારણકે ધુમ્રપાન રહીત તમાકુનું સેવન કરી જાહેરમા થુંકવાથી કોવિડ-૧૯નો ફેલાવો થાય છે. ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા નોવેલ કોરોનાવાયરસ ના રોગચાળાને અટકાવવા એપેડેમીક ડીસીઝ એકટ – ૧૮૯૭માં સમાવિષ્ટ કરી તા. ૧૩/૦૩/૨૦૧૯ થી નોટિફાઈ કરવામાં આવ્યો છે. આ નોટિફિકેશન અન્વયે જાહેરમાં મુકવા પર પ્રતિબંધ હોય તમામ નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત દ્વારા જાહેરમાં થૂંકનાર સામે દંડની કાર્યવાહી કરવામાં આવે છે. અમરેલી જિલ્લામાં કુલ ૫૪૩ કેસ કરી રૂ. ૧,૧૯,૭૦૦ નો દંડ વસૂલવામાં આવ્યો છે. જિલ્લા આરોગ્ય શાખા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, જાહેરમા થુંકવું નહીં તથા છીંક કે ઉધરસ ખાતી વખતે મોં આડે રૂમાલ રાખો તેમજ હાથ મિલાવવા નહીં. જો કોઈ જાહેરમાં થૂંકતા પકડાશે તો તેને રૂપિયા ૫૦૦ નો દંડ થશે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756