નડિયાદમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. નવા ચાર શંકાસ્પદ દર્દીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ સાત દર્દીઓ નોંધાયા છે, જેમાંથી ત્રણને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા અનુસાર, નવા મળેલા ચાર દર્દીઓના સેમ્પલ સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
રિપોર્ટ આવ્યા બાદ જ કોરોના પોઝિટિવ છે કે નહીં તેની પુષ્ટિ થશે. દર્દીઓના સંપર્કમાં આવેલા પરિવારજનોને પણ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
ત્રણ વર્ષ પહેલાં ખેડા જિલ્લામાં કોરોનાની લહેર દરમિયાન અનેક મૃત્યુ થયા હતા. થોડા દિવસ પહેલા એક વર્ષની બાળકીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. ત્યારબાદ બે વ્યક્તિઓ પણ પોઝિટિવ મળ્યા હતા. આ ત્રણેય દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
આરોગ્ય વિભાગે સર્વેલન્સ અને ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી છે. નડિયાદ સિવિલ હોસ્પિટલ, ડાકોર અને ખેડા સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોને સતર્કતા રાખવા સૂચના આપવામાં આવી છે. આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું કે ચિંતાનું કોઈ કારણ નથી, પરંતુ સાવચેતી જરૂરી છે.
ખેડા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ધ્રુવે આ બાબતે જણાવ્યું હતું કે ચાર વ્યક્તિઓને કોરોનાના લક્ષણો દેખાયા છે તેમના રિપોર્ટ લેબોટરીમાં મોકલ્યા છે આવતીકાલે રિપોર્ટ આવી જશે પછી ખબર પડશે કે તેમને કોરોના કન્ફર્મ છે કે નથી જોકે હાલમાં આ બાબતને ગંભીર રાખીને લેવા પાત્ર તમામ પગલાંઓ લેવામાં આવ્યા છે સર્વેની કામગીરી તેમજ તેમના સંપર્કમાં આવતા લોકોને પણ તપાસવામાં આવ્યા છે

