Gujarat

વચ્ચે પડેલા 60 વર્ષીય વૃદ્ધની પિતા-પુત્રએ લોખંડની પાઈપથી હત્યા કરી

ખેડા તાલુકાના ચાંદણા ગામમાં પાણી ઢોળવાના મામૂલી મુદ્દે થયેલો ઝઘડો હત્યામાં પરિણમ્યો છે.

પટેલ ખડકી વિસ્તારમાં રહેતા રીતેશભાઈ ઉર્ફે બીરેન પટેલની પત્ની સાથે પાડોશી મુકેશ પટેલે ગાળાગાળી કરી હતી.

મુકેશ પટેલ અને તેમના પુત્ર ભાર્ગવે લોખંડની પાઈપ અને લાકડી લઈને રીતેશભાઈની પત્ની પર હુમલો કર્યો હતો.

પત્નીને બચાવવા રીતેશભાઈ દોડી આવ્યા હતા. ઝઘડાનો અવાજ સાંભળીને રીતેશભાઈના 60 વર્ષીય કાકા સુનીલભાઈ પુનમભાઈ પટેલ વચ્ચે પડ્યા હતા.

પિતા-પુત્રએ સુનીલભાઈના માથામાં લોખંડની પાઈપ ફટકારી હતી. તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરે તપાસ કરતા તેમનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું.

રીતેશભાઈએ ખેડા ટાઉન પોલીસ મથકમાં હુમલાખોર પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.