વિશ્વ પર્યાવરણ જન જાગૃતિ પખવાડિયા અંતર્ગત ખેડા માર્ગ-મકાન વિભાગે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યું.
વર્ષ 2025માં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી “સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિક પ્રદુષણ નાબુદી” થીમ સાથે કરવામાં આવી રહી છે.

કાર્યક્રમમાં એન્જીનીયર્સ, વર્ક આસિસ્ટન્ટ્સ, સુપરવાઇઝર્સ અને વહીવટી કર્મચારીઓએ ભાગ લીધો. તેમને પ્લાસ્ટિક પ્રદૂષણની ગંભીર અસરો વિશે માહિતગાર કરવામાં આવ્યા.
પ્લાસ્ટિક કચરો જમીન, પાણી અને વન્યજીવન માટે હાનિકારક છે. તે શહેરની સુંદરતા બગાડે છે અને પર્યટન ઉદ્યોગને નુકસાન પહોંચાડે છે.

મહાસાગરોમાં પ્લાસ્ટિક પ્રદૂષણ શિપિંગ અને માછીમારી ઉદ્યોગને પ્રભાવિત કરે છે. અયોગ્ય રિસાયકલિંગ પ્રથાઓ પર્યાવરણ માટે જોખમ ઊભું કરે છે.
કાર્યક્રમના અંતે સહભાગીઓએ પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદ કરવાની પ્રતિજ્ઞા લીધી. તેમણે જવાબદાર નાગરિક તરીકે આ વૈશ્વિક પ્રયાસમાં યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. કાર્યક્રમમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું.

