Gujarat

વેરાવળ, કોડીનાર અને સોમનાથમાં સાંજે 7:45થી 8:15 સુધી બ્લેકઆઉટ રહેશે

ગીર સોમનાથ જિલ્લામાં આજે સિવિલ ડિફેન્સની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રીલ સોમનાથ મંદિર ખાતે સાંજે 5:30 કલાકે, વેરાવળ કોસ્ટ ગાર્ડ સ્ટેશન અને કોડીનાર છારા પોર્ટ ખાતે સાંજે 6:30 કલાકે યોજાશે.

મોકડ્રીલ દરમિયાન સાંજે 7:45થી 8:15 સુધી બ્લેકઆઉટ રહેશે, જેમાં નાગરિકોને સહયોગ આપવા વહીવટી તંત્રે અપીલ કરી છે. આ કવાયત દરમિયાન દુશ્મન દેશોના ડ્રોન, મિસાઇલ અને હવાઈ હુમલા સામે બચાવની તૈયારીઓની ચકાસણી કરવામાં આવશે.

મોકડ્રીલમાં નાગરિક સંરક્ષણ દળના 2312 સ્વયંસેવકો, NCC કેડેટ્સ, હોમ ગાર્ડ્સ અને બ્લેકઆઉટ વોર્ડન ભાગ લેશે. આ દરમિયાન હવાઈ હુમલા માટેના સાયરન એલર્ટ, બ્લેકઆઉટ પ્રોટોકોલ, સંચાર વ્યવસ્થા, તબીબી સહાય, સ્થળાંતર અને કટોકટી વ્યવસ્થાપનની ચકાસણી કરવામાં આવશે.

આ મોકડ્રીલનો મુખ્ય હેતુ સિવિલ અને મિલિટરી સત્તાવાળાઓ વચ્ચે સંકલન મજબૂત કરવાનો અને કટોકટીની પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. મોકડ્રીલ દરમિયાન ધ્યાન આપવામાં આવેલી ખામીઓને દૂર કરવામાં આવશે.