Gujarat

પંજાબ કિંગ્સની માલિકે મંદિર અને ગબ્બરમાં કરી પૂજા, માતાજીના આશીર્વાદ લીધા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે રમાનારી પંજાબ કિંગ્સ અને મુંબઈ વચ્ચેની સેમીફાઇનલ મેચ પહેલાં પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ઝિન્ટાએ અંબાજી માતાના આશીર્વાદ લીધા છે. પ્રીતિ સાંજે 7 વાગ્યે અંબાજી પહોંચી હતી. મંદિર ટ્રસ્ટે તેમનું વિશેષ સ્વાગત કર્યું હતું.

પ્રીતિએ અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા. વિશ્વના સૌથી મોટા શ્રી યંત્ર સમક્ષ પૂજા-અર્ચના કરી હતી.

ત્યારબાદ તેઓ માતાજીના મૂળસ્થાનક ગબ્બર પર રાત્રે ચાલતા પહોંચ્યા હતા. ગબ્બર પર અખંડ જ્યોતના દર્શન કર્યા હતા.

GISFS સિક્યુરિટી ગાર્ડે તેમને કુમકુમ તિલક કર્યું હતું અને માતાજીની પાવડીથી આશીર્વાદ આપ્યા હતા.

ગબ્બર સુધી પહોંચવા માટે 999 પગથિયાં ચઢવાના અને 765 પગથિયાં ઉતરવાના હોય છે. પ્રીતિએ અખંડ જ્યોત સાથે સેલ્ફી પણ લીધી હતી.

અગાઉ મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી પણ અંબાજી દર્શને આવી ચૂક્યા છે.

ભૂતકાળમાં પ્રીતિ અર્જુન રામપાલ સાથે માઉન્ટ આબુમાં શૂટિંગ દરમિયાન પણ ગબ્બર ખાતે દર્શન કરવા આવી હતી.