થરાદ પંથકમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં નોંધપાત્ર પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયેલા છે.
આ સમયગાળામાં ઉનાળુ બાજરીનો પાક લણણી માટે તૈયાર થઈ ગયો છે.
ખેડૂતો હાલમાં બાજરીની કાપણીમાં વ્યસ્ત છે. અચાનક આવેલા વાતાવરણ પલટાથી ખેડૂતોની ચિંતા વધી છે.
જો આ સમયે વરસાદ પડે તો તૈયાર થયેલા પાકને નુકસાન થવાની સંભાવના છે. આ કારણે સમગ્ર પંથકના ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
વાતાવરણ વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં વરસાદની શક્યતા છે.

