જુનાગઢ જીઆઇડીસી દોલત પરા ક્રિષ્ના મોટર રીવાઇડીંગ ની દુકાન માં થયેલ કોપર વાયર ની ચોરીના આરોપીને પકડી પાડતી જુનાગઢ પોલીસકિ.રૂ-૧,૩૦,૦૦૦/- ના મુદામાલ કબજે કરવામાં આવ્યો
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેષ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી એસ.આર.ઓડેદરા સાહેબ નાઓ દ્વારા મિલકત વિરૂધ્ધના ચોરી, લુંટ, ઘરફોડ, ચીલઝડપ વિગેરે બનાવોમાં સતર્કતા રાખી તાત્કાલીક કાર્યવાહી કરવા સુચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ હોય.
જેથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેષ ધાંધલ્યા સાહેબ ના માર્ગદર્શન હેઠળ જુનાગઢ એ.ડિવી પો.સ્ટે. વિસ્તારના જુનાગઢ જી.આઇ.ડી.સી-૨ મારૂતી હોટલ પાછળ સાગર ટેલરની બાજુમાં ક્રિષ્ના મોટર રીવાઇડીંગ નામની ફરીયાદી ચંદુલાલ ભગવાનજીભાઇ કાપડીયાની દુકાનમાં કોઈ અજાણ્યા ચોર ઇસમો ફરી ની દુકાનની બારીનો દરવાજો તથા જાળીની ગ્રીલ તોડી દુકાનમાં રહેલ વિવિધ પ્રકારના વાયરો (કેબલો) જેની કિ.રૂ-૯૬૭૦૦/- ની ચોરી કરી લઈ ગયેલ હોય તે મતલબે એ ડિવી પો.સ્ટે. ખાતે ગુન્હો રજી થયેલ હોય જે વણ શોધાયેલ હોય જેને તાત્કાલીક શોધી કાઢવા સુચના કરેલ હતી.
જેથી એ.ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી આર.કે.પરમાર તથા પો.સબ.ઇન્સ. શ્રી વાય.એન.સોલંકી નાઓએ તુરંત જ ગુન્હા નિવારણ શાખાના માણસોને સદરહુ ગુન્હાના આરોપી તથા મુદ્દામાલ તાત્કલીક શોધી કાઢવા સુચના કરી જરૂરી માર્ગદર્શન પુરુ પાડેલ હોય તે અનુસંધાને એ ડિવી. પો.સ્ટે. ના ગુના નિવારણ શાખાના પો કોન્સ કલ્પેશભાઇ ગેલાભાઈ ચાવડા તથા પો.કોન્સ નીતીનભાઇ નામદેભાઇ હીરાણી તથા એ.એસ.આઇ. પંકજભાઇ સાગઠીયા નાઓએ નેત્રમ શાખાના સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી હ્યુમન સોર્સથી હકીકત મળેલ કે ચોરીમાં ગયેલ મુદામાલ સાથે એક ઇસમ ગીરનાર દરવાજાથી બજાજ મેક્ષીમા લીલા કલરની સી.એન.જી. ઓટો રીક્ષા લઈને નિકળનાર છે જે હકીકત આધારે વોચમાં રહેતા ચોર ઇસમ ઓટો રીક્ષા સાથે મળી આવતા આ કામનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ થયેલ હતો અને આ કામની આગળની તપાસ પો.સ.ઇ.શ્રી વી.એલ.લખધીર નાઓ ચલાવી રહેલ છે.
(૧) પકડાયેલ આરોપી
નરેશભાઈ બાબુભાઈ દુધરેજીયા બાવાજી રાજકોટ રામાપીર ચોકડી બંસીધર પાર્કની બાજુમાં મફતીયાપરા
૨) પકડાવાના બાકી આરોપી- ચેતનભાઈ દેવીપુજક ,રાજકોટ ખોડીયાર પરા શાક માર્કેટની બાજુમા
– કિશન ઉર્ફે બાવ દેવીપુજક રહે. રાજકોટ સોલવન ૨૫ વારીયા રાજકોટ દિકુ હરીભાઈ દે.પુ. ગોંડલ રોડ લોહાર નગર મફતીયા પરા
(૩) કબ્જે કરવામાં આવેલ મુદામાલ-
કોપરના તાર આશરે ૫૧ કિ.ગ્રા. કિ.રૂ. ૫૫,૦૦૦/-બજાજ ઓટો કંપનીની મેક્ષીમા મોડલની GJ-03-CT-1846 ઓટો રીક્ષા કિ.રૂ.૭૫,૦૦0/-
એ.ડીવી. પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી આર કે પરમાર તથા પો.સબ.ઇન્સ શ્રી વાથ એન સોલંકી તથા નેત્રમ શાખાના પો.સબ.ઇન્સ પી.એચ મશરૂ તથા એ.એસ.આઇ. ભદ્રેશભાઈ સ્વૈયા તથા એ.એસ.આઇ. પંકજભાઇ સાગઠીયા તથા પો.હેડ.કોન્સ તેજલ સિંધવ તથા પો.કોન્સ કલ્પેશભાઇ ચાવડા તથા જીગ્નેશભાઇ શુકલ તથા અજયસિંહ ચુડાસમા તથા જયેશભાઇ કરમટા તથા નીતીનભાઇ હીરાણી તથા નરવભાઇ બાલસ તથા વિક્રમભાઇ છેલાણા તથા જુવાનભાઇ લાખણોત્રા તથા નેત્રમ શાખાના તથા વુ.પો.કોન્સ અંજનાબેન થવાણ તથા પો.કોન્સ વિજયભાઇ હૈયા તથા વિક્રમભાઇ જીલડીયા નાઓએ સાથે રહી સારી કામગીરી કરેલ છે.
રિપોર્ટર,મહેશ કથિરીયા


