Gujarat

સિવિલ હોસ્પિટલ જવાના માર્ગ ઉપર વગર વરસાદે જળબંબાકારની સ્થિતી

નડિયાદ શહેરમાં સિવિલ હોસ્પિટલની પાસે આવેલી જૂની પાણીની ટાંકીમાંથી લિકેજ થતાં અને તે જર્જરિત હોવાનું કહીને નવી ટાંકી બનાવવામાં આવી હતી.

જોકે, આ નવી ટાંકી હજી શરૂ થાય તે પહેલાં જ તેમાંથી લીકેજ થતાં શનિવારે રાત્રે હજારો લિટર પાણીનો વેડકાફ થયો હતો.

આ પાણી માર્ગ પર વહેતાં રાહદારીઓ અને વાહનચાલકોને અવરજવરમાં પણ હાલાકી વેઠવી પડી હતી.

નડિયાદ શહેરમાં સિવિલ હોસ્પિટલ પાસે આવેલી જૂની ટાંકીમાંથી લિકેજ શરૂ થયા બાદ અને તે ટાંકી જર્જરિત થતાં નવી ટાંકી બનાવવામાં આવી હતી.

જોકે, શનિવારે મોડી રાત્રે અચાનક ટાંકીમાંથી પાણી લીકેજ થતાં હજારો લિટર પાણી માર્ગ પર વહેતું થયું હતું.

વગર વરસાદે સિવિલ રોડ પર જળબંબાકારની સ્થિતી સર્જાતા અવરજવર કરવામાં રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકી વેઠવી પડી હતી.

લિકેજ શરૂ થયાની જાણ તંત્રના અધિકારીઓને કરવામાં આવ્યા બાદ પણ કોઇ અધિકારી કે કર્મચારી ત્યાં ફરક્યા ન હતા.

જેને કારણે કલાકો સુધી પાણીનો વ્યય થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ પૂર્વ સ્થાનિક કાઉન્સિલરો દ્વારા ટાંકીની કામગીરીમા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ત્યારે આક્ષેપો જાણે કે સાચા હોય તે રીતે ટાંકી કાર્યરત થાય તે પહેલાં જ તેમાંથી લિકેજને લઇને કામની ગુણવત્તા સામે પણ સવાલો ઉભા થયા છે.