ખેડા તાલુકાના વાસણાટોલ થી નવાગામ સુધી નવીન ડામર રોડની કામગીરી શરૂ કરવામાં આવતા વાહન ચાલકોએ રાહત શ્વાસ લીધો છે.
છેલ્લા 15 દિવસમાં રોડ વિભાગ દ્વારા વાસણા ટોલથી પાંચ કિલોમીટર નાયકા ગામ સુધી હાલ બે લેયરમાં નવીન ડામર રોડની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
આગામી દિવસોમાં નાયકા થી નવાગામ સુધીના રોડની કામગીરી હાથ ધરવામાં આવશે. નાયકા થી નવાગામ પાંચ કિલોમીટરના અંતરમાં મસ મોટા ખાડાઓ નું સામ્રાજ્ય હાલ આ રોડ ઉપર છે.
જેથી સ્થાનિક વાહન ચાલકોને અમે ગામ લોકોની રજૂઆત છે કે વહેલી તકે જેમ બને તેમ નાયકા થી નવાગામ રોડનું કામ શરૂ કરવામાં આવે જેથી ચોમાસામાં વાહન ચાલકોને તકલીફ પડે નહીં.
નાયકાથી નવાગામ જવાના રોડ ઉપર છેલ્લા ત્રણ વર્ષથી રોડ ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા છે. ખાડાઓ પડવાની સાથે સાથે રોડ પણ સંપૂર્ણપણે તૂટી જવા પામ્યો છે.
વાસણા ટોલ થી નવાગામ સુધી નવીન રોડ 8 કરોડ ના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે અને 20 દિવસ પહેલા સાંસદના વરદ હસ્તે રોડ નું ખાત મુહુર્ત પણ કરવામાં આવ્યું હતું.
રોડ ના ખાત મુહુર્ત બાદ 15 દિવસમાં રોડ વિભાગ દ્વારા વાસણા ટોલ થી નાયકા સુધી નવીન રોડની કામગીરી બે લેયરમાં પૂરી કરી દેવામાં આવી છે.
વધુમાં આ બાબતે ખેડા માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર એ જે ગોસ્વામી જણાવ્યું હતું કે વાસણા ટોલ થી નવાગામ સુધીના નવીન ડામર રોડમાં નાયકા સુધી રોડની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને આવનાર ચોમાસામાં પણ નાયકા થી નવાગામ સુધી સી સી રોડ ની કામગીરી અને ડામર ની કામગીરી ચાલુ રાખીને રોડની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. વાસણા ટોલ થી નવાગામ સુધી નવીની રોડની કામગીરી શરૂ કરવામાં આવતા વાહન ચાલકોએ રાહતના શ્વાસ લીધો.

