Gujarat

સામરખા ચોકડી પર વરસાદી પાણી ભરાઇ રહેતા રોગચાળાની દહેશત

સામરખા ચોકડી થી ભાલેજ ઓવરબ્રિજ સુધીના માર્ગ પર સામાન્ય વરસાદી પાણી ભરાઇ જાય છે. પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા ન હોવાથથી પાંચ થી છ દિવસ ભરાઇ રહેતા હોવાથી રોડ તુટી જાય છે.

તેમજ વરસાદી પાણી સોસાયટીઓમાં ઘુસી જાય છે. સતત પાણી ભરાઇ રહેતા જીવાતો નો ઉપદ્વવ વધી ગયો છે.જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઇ રહી છે. જે બાબતે વારંવાર રજૂઆત કરીને નવી ડ્રેનેજ લાઇન નાંખાવી માગ કરવા છતાં કોઇ જ પગલાં લેવાતા નથી.

આણંદ શહેરમાં પ્રવેશના મુખ્ય માર્ગ સામરખા ચોકડી થી ઓવરબ્રિજ સુધી દરવર્ષે ચોમાસામાં બંને બાજુઓ વરસાદી પાણી ભરાઇ જાય છેે.

જેના નિકાલની કોઇ વ્યવસ્થાના હોવાથી ચાર થી પાંચ દિવસ સુધી ભરાઇ રહે છે.જેના કારણે રોડ તુટી જાય છે. તેમજ ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડે છે. સ્થાનિક કાઉન્સિલરો અને આગેવાનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ જ પગલાં લેવામાં આવતાં નથી.

ગતવર્ષે સ્થાનિક રહીશો જૂની ડ્રેનેજ લાઇન પુરાઇ ગઇ હોવાથી બંધ થઇ ગઇ છે. જેથી નવીન ડ્રેનેજ લાઇન નાંખાવા માટે રજૂઆત કરી હતી. પરંતુ કોઇ જ પગલાં લેવાતા નથી.જેને ધ્યાને લઇને મનપા બનતા જ નવીન ડ્રેનેજ લાઇન નાંખવા માટે રજૂઆત કરી છે.

તેમ છતાં હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી જેને લઇને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે આણંદ મનપા ડેપ્યુટી કમિશ્નરે જણાવ્યું હતું કે, આ બાબતે રજૂઆત મળી છે. જે અગામી દિવસો કામ મુકવામાં આવશે.