ખંભાત, તારાપુર, સોજિત્રા અને માતર પંથકમાં ભારે વરસાદના મુખ્ય કાંસ ઓવરફ્લો થતા વરસાદી પાણી આજુબાજુના ગામોમાં ઘુસી જતા હોવાથી ભારે નુકસાન થતુ હતું.
જેને ધ્યાને લઇ પેટલાદ સિંચાઇ વિભાગ હેઠળ આવેલ નાના મોટા 247 કાંસ જે 625 કિમી લંબાઇ ધરાવે છે. પેટલાદ સિંચાઇ વિભાગની કચેરીમાં સ્ટાફ મર્યાદિત હોવા છતા 130 ગામોને આવરી લેતા કાંસની સફાઇનું કામ પુર્ણ કરવામાં આવેલ છે.
ચાલુ વર્ષે 302 કિમી લંબાઇ કાંસની સફાઇ હાથ ધરી છે. જેથી ચાલુ ચોમાસે ભારે વરસાદમાં પણ વરસાદી પાણીનો કાંસ દ્વારા ઝડપી નિકાલ દરિયામાં કરાવવામાં આવશે. તેમ પેટલાદ સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું છે. છેલ્લા 4 વર્ષમાં 468 કિમીના કાંસની સફાઇ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ખંભાત કચેરી હેઠળ 98.23 કિમીના લંબાઇના 48 કાંસ, તારાપુરમાં 212.2 કિમીના 80 કાંસ, ખંભાતમાં 299.09 કિમીના 109 કાંસ, માતરમાં 680 કિમીના 2 કાંસ, વસોમાં 9.30 કિમીના 8 કાંસ મળીને કુલ 625 કિમી ઉપરાંતની લંબાઇ ધરાવતા 247 કાંસ આવેલા છે.
પેટલાદ સિંચાઇ વિભાગ દ્વારા દર વર્ષે કાંસની સફાઇ હાથ ધરાઇ છે. ચાલુ વર્ષે વરસાદી પાણીના નિકાલ માટે આગવુ આયોજન હાથ ધરાયુ છે. ખાસ કરીને તમામ કાંસમાંથી ઝાળી ઝાખરા દુર કરી બેથી ત્રણ ફુટનું ખોદકામ કરીને ઊંડા કરવામાં આવ્યા છે. તેમજ ગામડામાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ નજીકના કાંસમાં થાય તેવુ આયોજન કરાયું છે.
જેથી આ વખતે ખંભાત, તારાપુર, સોજિત્રા અને માતરના 130 ગામોને આવરી લઇને કાંસમાં વરસાદી પાણીના નિકાલ માટેનું આયોજન કરાયું છેે. 229 લેટરલ અને સબ-લેટરલ કાંસ તથા 15 મુખ્ય કાંસની સફાઇનું કામ પુર્ણતાના આરે છે. 15 વર્ષે સરકારના બજેટની જોગવાઇ પ્રમાણે નક્કી કરેલ લંબાઇના કાંસની સફાઇ કરવામાં આવે છે.
ગામડામાં વરસાદી પાણીના નિકાલ માટેનું આગવું આયોજન ખંભાત, તારાપુર અને સોજિત્રા પંથકમાં ઠાસરાથી લઇ ચરોતરના તમામ ગામડાઓનું પાણી કાંસ દ્વારા આવે છે.
જેથી તેનો ઝડપી નિકાલ થાય તે માટે તમામ મુખ્ય કાંસોમાંથી ઝાળી ઝાખરા દુર કરીને બેથી ત્રણ ફુટ ઊંડા બનાવવામાં આવે છે.
સાથે સાથે ગામોનું ડેવલોપમેન્ટ થતા સુએજ વેસ્ટ વોટર અને ડોમેસ્ટિક વેસ્ટ વોટર નજીકના કાંસમાં કરવામાં આવશે. તેમ પેટલાદ સિંચાઇ વિભાગના કાર્યપાલકે જણાવ્યું હતું.

