Gujarat

વીજ પુરવઠો ખોરવાયો, વાતવારણમાં ઠંડક પ્રસરી

ખેડા જિલ્લામાં સામાન્ય રીતે જૂનથી શરૂ થતો વરસાદ આ વર્ષે પખવાડિયા વહેલો આવ્યો છે. સોમવારની મોડી રાત્રે અસહ્ય બાફ અને ઉકળાટ વચ્ચે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું.

ગતરોજ ઝરમર વરસાદ શરૂ થયા બાદ સારું વરસાદી ઝાપટું પડ્યું હતું.

આ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જો કે, વરસાદને કારણે નડિયાદ શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

મંગળવારે ઉઘાડ નીકળતા ફરીથી બાફ અને ઉકળાટની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાવાસીઓ આગામી દિવસોમાં વરસાદની રાહ જોઈ રહ્યા છે.