બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા એક મહત્વપૂર્ણ વિકાસ થયો છે. વડગામની જોઈતા ગ્રામ પંચાયત સમરસ બની છે.
અંધારિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી અલગ પડ્યા બાદ જોઈતા ગ્રામ પંચાયતનું સંચાલન મહિલાઓના હાથમાં આવ્યું છે.
જોઈતા ગ્રામ પંચાયતમાં સામાન્ય મહિલા અનામત સીટ હોવાથી સરપંચ પદે મંજુલાબેન ચાવડાની વરણી કરવામાં આવી છે.
ડેપ્યુટી સરપંચ તરીકે મનીષાબેન ચાવડાને નિયુક્ત કરવામાં આવ્યા છે.

ગ્રામજનોએ ઐતિહાસિક નિર્ણય લેતા ચૂંટણી પહેલા જ સર્વસંમતિથી સરપંચ, ડેપ્યુટી સરપંચ અને વોર્ડના તમામ સભ્યોની બિનહરીફ વરણી કરી છે.
આ પગલું ગ્રામ્ય વિકાસ અને સામાજિક એકતા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

