Gujarat

બગસરા માં ધરતી રક્ષા એગ્રો પ્રોડ્યુસર કંપની ની સાધારણ સભા યોજાઈ ગઈ.

બગસરા માં ધરતી રક્ષા એગ્રો પ્રોડ્યુસર કંપની ની સાધારણ સભા યોજાઈ ગઈ.

બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા પ્રેરીત, ધરતી રક્ષા એગ્રો પ્રોડ્યુસર કંપની ની આઠમી સાધારણ સભા લોક ભારતી યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર શ્રી ડો. રાજેન્દ્ર ભાઈ ખીમાણી ના સાનિધ્ય માં, તારીખ ૪ જુન ને બુધવાર ના રોજ યોજાઈ ગઈ. આ બેઠકમાં હાજર રહેલા ૧૦૦ જેટલા સભાસદો ને માર્ગદર્શન આપતા ડો. રાજેન્દ્ર ભાઈ ખીમાણી એ જણાવેલ કે, જો આપણે ખેત ઉત્પાદન ખર્ચ ઘટાડી શકશું તો જ આપણી ખેતી ને ટકાવી શકશું. આપણે દવા ખાતર બિયારણ સિંચાઇ વ્યવસ્થા વગેરે માં જરૂર કરતાં વધારે ખર્ચ કરી રહ્યા છીએ, જેમાં સુધારો લાવવા ની ખાસ જરૂર છે તેમજ આપણે પ્રકૃતિ ને સમજવી ખૂબજ જરૂરી છે. પ્રકુતી ના ભોગે મુકેલી વિકાસ ની આંધળી દોટ આપણાં સૌ માટે જોખમી છે તેમજ આપણા માટે ખતરા રૂપ છે, ત્યારે આ બાબતે સૌ સહ ચિતન કરી, પ્રકુતી સાથે પ્રેમ નો નાતો બાંધી એ એજ આપણા સૌના ભલા મા છે. આ સાધારણ સભા માં કંપની ના પ્રમુખ શ્રી દેવરાજભાઈ ભુવા એ સૌને આવકારેલ અને પ્રયોગ શીલ ખેડુત શ્રી ગોલણ ભાઈ, પૂના ભાઈ, સંજયભાઈ એ પોતાના અનુભવો વ્યક્ત કરેલ. બગસરા ની અજર અમર ની જગ્યા ના મહંત શ્રી બ્રહ્મચારી બાપુએ આશીર્વચન પાઠવેલ. કંપની ના C.E.O શ્રી મહેન્દ્રભાઈ પાથરે સાધારણ સભા નું સરસ સંચાલન કરેલ. F.W.W.B ના અમરેલી જિલ્લા સંયોજક શ્રી અનિરૂદ્ધ ભાઈ વેકરીયા એ કાર્યક્રમ નું સરસ સંચાલન કરેલ તેમ એક યાદીમાં જણાવ્યું છે. મહેન્દ્ર ભાઈ પાથર.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250605-WA0088-1.jpg IMG-20250605-WA0090-0.jpg