બાંટવાના ભીમનાથ રોડમાં ભૂગર્ભ ગટર જામ થઈ ગઈ હોય ભુંગળા બદલવા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.અને લોકોને ખ્યાલ પણ ન આવે એ રીતે ગારીમાંથી રસ્તો કાઢવામાં આવ્યો છે.તેમના પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે.
નવાઈની વાત તો એ છે કે આઠ મહિના પહેલાં અહીં સીસી રોડ બનાવવામાં આવ્યો હતો.અને બે વર્ષથી ગટર જામ થઈ ગઈ હોય બે થી ત્રણ વખત ખોદકામ કરવામાં આવ્યું છે.જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આશરે સાત સો મીટરનો માર્ગ ગત વર્ષે જ બનાવવામાં આવ્યો હતો. હાલ ભડુલા, મિતિ, કડેગી, તરખાઈ,મૈયારી, અમીપુર સહિતના ગામના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે.
તેમજ 108 પણ નીકળી શકતી નથી જેથી તંત્ર દ્રારા વહેલીતકે કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
એસટી દૂર ઉભી રાખવી પડે છે
આ માર્ગ પર એસ.ટી બસ પણ નીકળી શકતી નથી એ પણ દૂર ઉભી રહેતી હોય મુસાફરો ને ચાલી ને જવું પડી રહ્યું છે.અને ક્યારેક બસ નીકળી જતી હોય મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

