Gujarat

પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોને રોપા આપી મતદાન માટે પ્રેરિત કરાયા

જૂનાગઢ જિલ્લા ચૂંટણી તંત્રે વિશ્વ પર્યાવરણ દિવસે પર્યાવરણ જાળવણી સાથે મતદાન જાગૃતિનો અભિનવ પ્રયોગ કર્યો છે.

ચાપરડાના બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોને રોપા આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં જનરલ ઓબ્ઝર્વર હીરાલાલે પર્યાવરણ અને મતદાનના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું. કલારંગ નાટ્ય મંડળે ‘એક મતથી શું ફેર પડે?’ વિષય પર નાટક રજૂ કર્યું.

સપ્તક કલાવૃંદે ગીત-સંગીત દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

‘ગ્રીન ડેમોક્રેસી બાય ગ્રીન ઇલેક્શન’ થીમ પર આયોજિત આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી હીરવાણીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિકમા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની હાજરી રહી.

આગામી તા.19 જૂને યોજાનારી પેટા ચૂંટણીમાં મતદાન કરવા માટે યુવા મતદારોને પ્રેરિત કરવામાં આવ્યા હતા.