જૂનાગઢ માં રાજ્યના ટોપ- ૨૫ લીસ્ટેડ બુટલેગરો પૈકીનો સંગઠીત ગુન્હાહિત ગેંગના મુખ્ય આરોપી ધીરેન કારીયાએ પ્રોહીબીશનની ગેર કાયદેસર. પ્રવૃત્તિના આર્થિક વ્યવહારોથી મેળવેલ રૂપિયા પચ્ચાસ લાખ ગુજ.સી.ટોકના ગુન્હા હેઠળ કબ્જે ક૨તી જૂનાગઢ પોલીસ
જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબની સુચના તથા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર અસામાજીક ઇસમો દ્વારા કરાવામાં આવતી અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા તેમજ કડક હાથે કામ લેવાની સુચના અન્વયે લુખ્ખા, ટપોરી, શરીર સબંધી જેમાં ખુન, ખુનની કોશીષ, લુંટ, અપહરણ, બળજબરીથી કઢાવી લેવાની કોશીષ તેમજ પ્રોહીબીશન જેવા ગુન્હાઓમાં અવાર-નાવર સંડોવાયેલ હીટ લીસ્ટ ગુન્હેગારોની યાદિ તૈયાર કરાવી ગેરકાયદેરાર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમોની ગુન્હાહિત ઇતિહાસ તપાસી આવા ઇસમો વિરુધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સુચના થઇ આવેલ હોય તેમજ ગેર-કાયદેસર પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જૂનાગઢ જિલ્લાના પ્રોહી બુટલેગરો ઉપર ગુજ.ચી.ટોક જેવા આક્રમક પગલા લેવા સુચના તેમજ માર્ગદર્શન પુરુ પાડવામાં આવેલ હોય. જે અન્વયે…..
ગુજરાત રાજ્યના ટોપ- ૨૫ લીસ્ટેડ બુટલેગરો પૈકીનો અનુ નં.૧૯ નો લીસ્ટેડ બુટલેગર ધીરેન ઉર્ફે ડી.ડે. ઉર્ફે ડી.કે.શેઠ અમૃતલાલ કારીયા રહે. રાયજીબાગ, નોબલ પ્લેટેનીયમ, બ્લોક નં.303, જૂનાગઢ જી. જૂનાગઢ વાળાની સંગઠીત ટોળકી વિરુધ્ધ જૂનાગઢ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશન માં ગુન્હો રજી. કરવામાં આવેલ તેમજ અગાઉ કુલ ૫ ઇસમોને અટક કરવામા આવેલ.
હાલ નાસતા ફરતા રહેલ આરોપી પૈકી મુખ્ય આરોપી ધીરેન અમૃતલાલ કારીયાની તપાસ દરમ્યાન જાણાઈ આવેલ કે આર.કે. આંગડીયા પેઢીના સંચાલક દ્રારા સંગઠીત ટોળકીના મુખ્ય આરોપી- ધીરેન કારીયાના દારૂના ધંધાના નાણાકીય વ્યવહારો અંગે પોતાના મોબાઈલ ફોનમાં CASHBOOK એપ્લીકેશનમા વ્યવહારોની નોંધ કરવામા આવેલ હોય જેમાં તા.૦૧/૦૪/૨૦૨૫ થી તા.૨૫/૦૪/૨૦૨૫ સુધીના ધીરેન કારીયાના આથીક નાણાકીય વ્યવહારોની લેતી-દેતીનુ કુલ ટ્રાન્જેક્શન રૂા.૯૨,૧૦,૧૫૦/-નું થયેલ. જે વ્યવહારો મુખ્ય આરોપી- ધીરેન કારીયાના પુત્ર પરમ ધીરેન કારીયા દ્રારા એપ્રીલ-૨૦૨૫ માસમાં કુલ-૦૯ વખત નાણાકીય વ્યવહારો કરવામાં આવતા હોવાનું CASHBOOK એપ્લીકેશનના રીપોર્ટમા તેમજ રૂપીયાની ઉપાડ તથા જમા કરાવવા આવતા હોવાનુ આંગળીયા પેઢીના CCTV ફુટેજમાં જોવામા આવેલ તેમજ ઉપરોક્ત ગેંગ વિરુધ્ધ ગુજ.સી.ટોકનો ગુન્હો દાખલ થયેલ હોવા છતા ગેંગે પોતાની ગુન્હાહિત પ્રવૃત્તિ સતત શરુ રાખી જેમાં ગેંગ લીડર ધીરેન કારીયા સાથે ટેલીગ્રામ ચેનલથી સંપર્કમાં રહી તમામ નાણાકીય વ્યવહારો પરમ ધીરેન કારીયા સંભાળતો હોય અને ગુજ.સી.ટોકનો ગુન્હો દાખલ થયેલ ગેંગને મદદગારી કરતો હોવાનું જણાઇ આવતા તેના વિરુધ્ધમા ઉપરોક્ત પુરાવા ધ્યાને લ) ધોરણસરની કાર્યવાહી કરી અટક કરવામાં આવેલ.
સદર ગુન્હાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેષ ધાંધલ્યાનાઓ કરી રહેલ હોય અને હાલ આ ગુન્હાના મુખ્ય આરોપી ધીરેન અમૃતલાલ કારીયા નારાતો ફરતો રઠી પોતાની ગે.કા. પ્રવૃતિ ચાલુ રાખેલ હોય. જેથી આ આરોપીને તાત્કાલીક પકડી પાડવા કાઈમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ. શ્રી જે.જે. પટેલ નાઓને જાણ કરતા આ ગુન્હાના કામના રીઢા તથા સાતીર ગુન્હેગાર મુખ્ય આરોપી ધીરેઅમૃતલાલ કારીયા કે જે લીસ્ટેડ બુટલેગર હોય. જેની ચેઈન અલગ-અલગ શહેરોમાં તથા રાજયોમાં ફેલાયેલ હોવા અંગેના પુરાવા પો.ઈન્સ.શ્રી જે.જે.પટેલ ક્રાઈમ બ્રાન્ચ, જૂનાગઢનાઓ દ્વારા સતત ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે વધુ પુરાવાઓ એકત્રીત કરવા પ્રયતન્શીલ રહેતા.
આરોપી ધીરેન કારીયાના ગેરકાયદેસર પ્રોહીબીશનની પ્રવૃત્તિના હિસાબો લખનાર વ્યકિત અમદાવાદ નરોડા ખાતે રહેતો હોવા બાબતેની માહિતી મળતા તાત્કાલીક ક્રાઈમ બ્રાન્ચના એ.એસ.આઈ. સામતભાઈ બારીયા, વિક્રમભાઈ ચાવડા તથા પો.હેડ કોન્સ. સાહિલભાઈ સમાને અમદાવાદ ખાતે તપાસ અર્થે રવાના કરી અમદાવાદ ખાતે કલ્પેશભાઈ સીરીષચંદ્ર શાહ, વાણીયા, રહે. એ-૨૪, મારૂતી પર્લ બંગ્લોઝ, પ્રથમેસ રેસીડેન્સી સામે, નવા નરોડા, અમદાવાદ વાળાની તપાસ ક૨તા મળી આવતા તેમના હવાલાની અમદાવાદ, નિકોલ-નરોડા રોડ ૫૨, પુષ્કર આઇકોનની સામે, રોઝ-વીલ સ્કાય કોમ્પલેક્ષ, પાંચમા માળે, ઓફિસ નં.૫૧૩ માં રેડ૨મ બેવરેઝ પ્રા. લીમટેડ નામની ઓફીસમાંથી ગેરકાયદેસર દારૂના ધંધાના કરોડો રૂપીયાના છેલ્લા બે વર્ષના બેનામી વ્યવ્હારો તેમજ ધીરેન અમૃતલાલ કારીયા જયુડીશીયલ કસ્ટડી હેઠળ અમરેલી તથા જૂનાગઢ જેલમાં હતો તે દરમ્યાન તેના આર્થિક વ્યવ્હારો તેના દિકરા પરમ ધીરેન કારીયા દ્વારા કરવામાં આવેલ જે અંગેના ચોપડાઓ નંગ-૨ તથા દારૂનું ભાવપત્રક તથા મોબાઈલ ફોન નંગ-૩ તપાસ અર્થે કબ્જે કરી જેની પુછપરછ દરમ્યાન આ ગેરકાયદેસર ધંધાની નાણાકીય લેવડ-દેવડ હિમ્મતનગર ખાતે આવેલ પટેલ રમેશકુમાર કાંતીલાલ નામની આંગડીયા પેઢીમાંથી થતા હોવાનું જણાઈ આવતા તાત્કાલીક તપાસ અધિકારીશ્રી હિતેષ ધાંધલ્યા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જૂનાગઢ વિભાગ જૂનાગઢનાઓને જાણ કરતા તુરત જ હિમ્મતનગર ખાતે આવેલ પટેલ રમેશ કાન્તીલાલ કું. આંગડીયા પેઢી માં તપારા કરતા તા.૦૬/૦૫/૨૦૨૫ થી આજદિન સુધી આવક-જાવકના હિસાબો પેટે હાલ કુલ રૂા. ૫૦,૨૦,૫૮૦/- ( અંકે રૂપીયા પચ્ચાસ લાખ વીસ હજાર પાંચ સો એસી) જમા હોય. જે રોકડ રકમ આંગડીયા પેઢીના સંચાલક ગૌતમકુમાર જગદીશભાઈ પટેલ, ઉ.વ.૩૩, ધંધો આંગડીયામાં નોકરી ૨હે. કોલવડા, મહાદેવવાળો માઢ તા.વિજાપુર જી.મહેસાણા વાળા પાસેથી પંચો રૂબરૂ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી ક૨વામાં આવેલ છે. હાલમાં મળી આવેલ ગેરકાયદેસર બેનામી વ્યવ્હારો બાબતે ત.ક.અધિ.શ્રી ઈન્કમ ટેક્સ તથા ઈ.ડી.ને આ બાબતે તપાસ થવા રીપોર્ટ કરવામાં આવનાર છે. હાલ વધુ તપાસ જારી છે તેમજ ધીરન અમૃતલાલ કારીયાને વ્હેલીતકે દબોચી લેવા પ્રયાસો જારી છે.
રિપોર્ટર,મહેશ કથિરીયા


