Gujarat

વારંવાર ડૂબવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને માલસર અને દિવેર ખાતે મોકડ્રિલનું આયોજન

જળાશયો નજીક વારંવાર ડૂબવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા વહીવટીતંત્રે જિલ્લાના માલસર અને દિવેર સ્થળો પર એક મોકડ્રીલનું આયોજન કર્યું. આ મહત્ત્વપૂર્ણ કવાયતમાં એસડીઆરએફ, આપદામિત્ર, આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર, તલાટીઓ, સરપંચો અને આસપાસના ગામોના નાગરિકો સહિત વિવિધ વિભાગો જોડાયા હતા.

તાલીમ દરમિયાન લોકોને ગોલ્ડન અવર – એટલે કે અકસ્માત પછીનો સૌથી નાજુક સમયગાળો – દરમિયાન શું કરવું અને કેવી રીતે જીવ બચાવવો, તેના પાયાના જ્ઞાન આપવામાં આવ્યું હતું તાજેતરમાં વારંવાર ડૂબવાની ઘટનાઓએ ભયજનક પરિસ્થિતિ ઊભી કરી છે. જેના કારણે વહીવટીતંત્રે તેને નિયંત્રિત કરવા માટે અસરકારક પગલાં લેવાનું શરૂ કર્યું છે.

શુક્રવારેવડોદરા જિલ્લા વહીવટીતંત્રે લોકપ્રિય માલસર અને દિવેર સ્થળો પર સલામતીના પગલાં અને કટોકટીમાં ઝડપી કાર્યવાહી અંગે જાગૃતિ લાવવા માટે એક મોકડ્રીલનું આયોજન કર્યું.