Gujarat

રાજકોટ-ચોટીલા ખાતે વૃધ્ધ મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરનાર બે ઇસમોને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ-ચોટીલા ખાતે વૃધ્ધ મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરનાર બે ઇસમોને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર તા.૭/૬/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરના તથા આજુ-બાજુના જીલ્લાઓમા અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીલઝડપના બનાવો બનવા પામેલ હોય જે બનાવોની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા તથા નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ તથા મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ) ભરત.બી.બસીયા દ્વારા આ ચીલઝડપના ગુન્હાઓ તાત્કાલીક ડીટેકટ કરી આરોપીઓને પકડવા સુચના કરેલ હોય. ઉપરોકત સુચનાના આધારે P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓએ આ કામે DCB પો.સ્ટે.ની અલગ-અલગ ટીમો બનાવી તમામ દિશામાં તપાસ કરી ગુન્હો ડીટેકટ કરવા જરૂરી સુચના તેમજ સીધા માર્ગદર્શન હેઠળ એસ.વી.ચુડાસમા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો રાજકોટ શહેર વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન સંજયભાઇ અલગોતર તથા પોપટભાઇ ગમારા તથા વિજયભાઈ સોઢા નાઓને મળેલ સંયુકત બાતમી હકીકતના આધારે તેમજ ચોકકસ હ્યુમન સોર્સીસથી તેમજ ટેકનીકલ મદદથી ચોટીલા ખાતે ગઇ તા.૧/૬/૨૦૨૫ ના રોજ થયેલ ચીલઝડપ કરનાર બન્ને ઇસમોને પકડી પાડી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાયૅવાહી કરવામાં આવેલ છે. (1) પ્રેમ વિનોદભાઇ કડેવાર ઉ.૧૯ રહે,કુબલીયાપરા શેરીનં.૫ રાજકોટ (2) સાવન જીતુભાઇ રાઠોડ ઉ.૧૯ રહે.કુબલીયાપરા શેરીનં.૫ રાજકોટ. ચોટીલા પોલીસ સ્ટેશન BNS કલમ-૩૦૪,૧૧૫(૨),૫૪ રાજકોટ શહેર ગાંધીગ્રામ પો.સ્ટે. B.N.S.કલમ-115(2),118, વિગેરે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250607-WA0032.jpg