Gujarat

રાજકોટ ખુન ના ગુન્હાના આરોપીઓને ગણતરી ની કલાકોમાં પકડી પાડતી તાલુકા પોલીસ.

રાજકોટ ખુન ના ગુન્હાના આરોપીઓને ગણતરી ની કલાકોમાં પકડી પાડતી તાલુકા પોલીસ.

રાજકોટ શહેર તા.૭/૬/૨૦૨૫ ના રોજ રાજકોટ તાલુકા પો.સ્ટે. BNS કલમ-૧૦૯, ૧૧૫(૨), ૧૧૮(૧), ૧૧૮(૨), ૧૮૯(૨), ૧૮૯(૪), ૧૯૧(૩) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫(૧) મુજબ નો બનાવ ગઇ તા.૫/૬/૨૦૨૫ ના ક.૧૫/૧૫ વાગ્યે વાવડી રોડ મોગલ હોટલ સામે ખોડલ પેલેસ ના પાર્કીંગમાં પગથીયા પાસે રાજકોટ ખાતે બનેલ હોય અને આ કામે હકીકત એવી છે કે આ કામના આરોપીઓએ ફરીયાદી સકોલ મહોમદશાહ શાહમદાર જાતે-મુસ્લીમ (ફકીર) ઉ.૩૩ ધંધો-ડ્રાઈવીંગ રહે.સ્પીડવેલ પાર્ટી પ્લોટ લક્ષ્મણ ટાઉનશીપ કે-વિંગ બ્લોક નં.૬૦૭ રાજકોટ વાળાના કાકાના દિકરા અવેશ પાસેથી લેવાના ભાડાના પૈસા બાબતે માથાકુટ કરી એકસંપ થઈ કાયદા વિરુધ્ધની મંડળી બનાવી હુલ્લડ કરી લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા વડે ફરીયાદીને તથા ફરીયાદીના મિત્ર સાહેદ વિપુલ મકવાણા ઉપર જીવલેણ હુમલો કરી ફરીયાદી સકીલને તથા સાહેદ વિપુલને માથામાં ગંભીર ઇજા કરી તથા ફરીયાદીને ઢીકા પાટુનો માર મારી જાહેરનામાનો ભંગ કરી નાસી જઈ ગુન્હો કરેલ હોય અને ત્યારબાદ આ કામના ઇજા પામનાર સાહેદ વિપુલ જેન્તીભાઈ મકવાણા નાઓ સિવિલ હોસ્પીટલ ખાતે દાખલ હોય અને તેઓ સારવાર દરમિયાન મરણ જતા BNS કલમ-૧૦૩ (૧) મુજબ ગુનો બનેલ હોય. જે બનાવ બન્યા બાદ આરોપીઓ ઘટના ને અંજામ આપ્યા બાદ નાશી છુટ્યા હોય જેઓ ને પકડવા સારૂ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા તથા નાયબ પોલીસ કમિશનર જગદિશ બાંગરવા, P.I ડી.એમ.હરિપરા ના માર્ગદર્શન હેઠળ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડ ના ઇન્ચાર્જ પો.સ.ઇ. એમ.એચ.મહારાજ તથા LCB ઝોન-૨ ના ઇન્ચાર્જ પો.સ.ઇ. જે.વી.ગોહિલ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ને આરોપીઓ ને પકડવા પ્રત્યાનશીલ હોય તે દરમ્યાન રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ સ્કોડ તથા LCB ઝોન-૨ સ્કોડ નાઓને હુમન સોર્સીસ દ્વારા મળેલ હકિકત આધારે ગુન્હાના નાશી ગયેલ તમામ આરોપીઓ ને પકડી તેઓ વિરુધ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામા આવેલ છે. (૧) ભગીરથસિંહ વનરાજસિંહ વાઘેલા ઉ.૨૮ રહે.હાલ વાવડી ગામ ખોડલ પેલેસ વ્રજવિલા પાસે ફ્લેટન.૨૦૩ રાજકોટ મુળ.સાયલા તા.જી.સુરેન્દ્રનગર (૨) અર્જુનસિંહ ધનશ્યામસિંહ સરવૈયા ઉ.૨૭ રહે.ખોડીયારનગર ચાંમુડા સોસાયટી શેરીનં.૩ ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ (૩) સુરેશભાઇ તેજાભાઇ સીસા ઉ.૨૮ રહે.વિશ્વકર્મા સોસાયટી મે.રોડ કેસર પાન સામે મુળ.કમળાપુર વાળુ ગોલીડા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર (૪) કરણસિંહ ધનશ્યામસિંહ સરવૈયા ઉ.૨૫ રહે.ખોડીયારનગર ચાંમુડા સોસાયટી શેરી.ન.૩ ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250607-WA0034.jpg