Gujarat

વલસાડમાં રસી લેવા આવેલી મહિલા જાેર જાેરથી રડવા લાગી

વલસાડ
રસી લેવા આવેલી એક મહિલા રસી લેતા ડર અનુભવી રહી છે. જેથી સ્થળે હાજર કર્મચારીઓ તેમને સમજાવીને રસી આપવા પ્રયત્નો કરી રહ્યા છે. જાેકે મહિલા નાના બાળકની જેમ રોકકળ કરી રહી છે, રસી મુકતા પહેલા પોતાના પરિવારના સભ્યોને પકડવા માટે પણ રડતી રડતી વિનંતી કરી રહી છે. આખરે ઉપસ્થિત લોકો અને કર્મચારીઓએ મહિલાને સમજાવી રસી લેવડાવી હતી. જાેકે નાના બાળકની જેમ રસી મુકવા આવતા પહેલા ડરી અને રોકકડ કરતી આ મહિલાના દૃશ્યો સ્થળ ઉપર ઉપસ્થિત કોઈએ મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધા હતા. અને અત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અને આ રમૂજી ઘટના અત્યારે શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.શહેરમાં રસી લેવા આવેલી એક મહિલાનો કોરોના રસી લેતી વખતનો એક રમુજી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વલસાડમાં રસીકરણ કેમ્પમાં રમુજી ઘટનાનો વીડિયો જાેરદાર ચર્ચા જગાવી રહ્યો છે. અહીં રસી લેવા આવેલી એક મહિલા નાના બાળકની જેમ રડતી જાેવા મળી હતી, એટલું જ નહીં રોકકડ કરી મહિલાએ વાતાવરણ માથે લીધું હતું. ત્યારબાદ લોકો અને આરોગ્યની ટીમે મહિલાને સમજાવવાના પ્રયાસ કર્યા હતા. હાલ રમુજી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આખરે આરોગ્યની ટીમ અને પરિવારજનોએ મહિલાને પકડી રસી અપાવી હતી. આ વિશે મળતી માહિતી પ્રમાણે, આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઘરે જઈ, જાહેર સ્થળો પર રસીકરણ કેમ્પો લગાવી રસી આપી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો સામે ચાલીને રસી લેવા આવી રહ્યા છે. રસીકરણ અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તો કેટલીક જગ્યાએ રસી પ્રત્યે ખોટી ભ્રામક માન્યતાઓને કારણે લોકો ડર પણ અનુભવી રહ્યા છે. જે સંદર્ભ વલસાડમાં રસીકરણ કેમ્પમાં રસી મુકાવવા આવેલી મહિલા રસી મુકતી વખતે ખુબ જ ડર અનુભવી રહી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યોછે.. આરોગ્યકર્મીએ મહિલાને રસી મૂકવાનો પ્રયાસ કરતા જ મહિલા નાના બાળકની જેમ રોકકળ કરતી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. અને અત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *