Gujarat

કલા મહાકુંભમાં ભાગ લેવા ૬ જાન્યુઆરી સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું

કલા મહાકુંભમાં ભાગ લેવા ૬ જાન્યુઆરી સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું

અમરેલી તા. ૧૩ ડીસેમ્બર

અમરેલી રમત ગમત ખાતા દ્વારા ચાલુ વર્ષે કલા મહાકુંભનું તાલુકા અને જિલ્લાકક્ષાએ આયોજન થનાર છે. જેમાં રજીસ્ટ્રેશન (ઓફલાઈન) ફોર્મ ભરવાની છેલ્લી તા. ૦૬/૦૧/૨૦૨૨ છે. આ વર્ષે કલા મહાકુંભમાં કુલ ૩૦ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને (૬૦ વર્ષથી ઉપરના વયજૂથની સ્પર્ધા સીધી રાજ્યકક્ષાએ યોજાશે). જેમાં તાલુકા કક્ષાએ થી શરૂ થતી કુલ ૦૯ કૃતિ જેમાં સમૂહગીત, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા અને નિબંધ અને સીધી જિલ્લા કક્ષાએથી શરૂ થતી સ્પર્ધા સ્કૂલબેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્યલેખન, ગઝલ-શાયરી, સર્જનાત્મક કારીગરી અને ઓરગન, તેમજ સીધી પ્રદેશ કક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં ઓડીસી, મોહીની અટ્ટમ, કુચીપુડી, સિતાર, ગીટાર, વાયોલીન અને સીધી રાજ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં પખવાજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયાપાવા, રાવણ હથ્થો, વગેરે કૃતિઓ યોજાશે. આ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવિધ સંસ્થાઓ તેમજ ભણતા ન ભણતા કલાકારોને આથી જણાવવામાં આવે છે કે તાલુકાકક્ષાએથી તાલુકા કન્વીનરની નિમણૂક કરવામાં આવી છે. જેથી જે તે તાલુકાના કલાકારોને પોતાનું અરજીફોર્મ જે તે તાલુકાનાં કન્વીનરશ્રીઓને પહોચાડવાનું રહેશે.

અમરેલી તાલુકાના સ્પર્ધક કલાકારોએ દીપક હાઈસ્કૂલ ખાતે કન્વીનરશ્રી પ્રકાશભાઈ જોષી, બગસરા તાલુકાના સ્પર્ધક કલાકારોએ મેઘાણી હાઈસ્કૂલ બગસરા ખાતે બાલુભાઈ પરમાર, રાજુલા તાલુકાના સ્પર્ધક કલાકારોએ બાલ ક્રિશ્ના વિદ્યાપીઠ ખાતે પરેશભાઈ હડિયા, જાફરાબાદ તાલુકાના સ્પર્ધક કલાકારોએ પારેખ – મહેતા હાઇસ્કૂલ ખાતે વિમલભાઈ અગ્રાવત, કુકાવાવ તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રી સુરગવાળા સાર્વજનિક હાઇસ્કૂલ વડિયા ખાતે એમ.જી.મોરી, ખાંભા તાલુકાના સ્પર્ધક કલાકારોએ જે.એન.મહેતા હાઈસ્કૂલ ખાતે અજીતસિંહ ગોહિલ, બાબરા તાલુકાના સ્પર્ધક કલાકારોએ જ્ઞાનજ્યોત વિદ્યાલય, વાંડળીયા ખાતે હરેશભાઈ વડાવીયા, ધારી તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રીવી.પી.જી ગર્લ્સ હાઇસ્કૂલ ધારી ખાતે પારુલબેન પટેલ, સાવરકુંડલા તાલુકાના સ્પર્ધક કલાકારોએ સાવરકુંડલા તાલુકા યુવક મંડળ ખાતે ધર્મશંકરભાઈ ભટ્ટ, લીલિયા તાલુકાના સ્પર્ધક કલાકારોએ નાલંદા વિદ્યાલય, ભોરિંગડા ખાતે વિજયભાઈ બાંભણિયા અને લાઠી તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રીમતિ એન.એચ.સંઘવી કન્યા વિદ્યાલય ખાતે દર્શનાબેન ગીડાને જમાં કરાવવાના રહેશે. આમ કલા મહાકુંભની વિગતવાર ફોર્મ નિયમો કચેરીના બ્લોગ એડ્રેસ dsoamreli.blogpost.com પરથી અથવા જે તે તાલુકાના કન્વીનરશ્રીઓ પાસેથી અથવા જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી રૂમનં.૧૧૦/૧૧૧, પ્રથમ માળે, અમરેલી ખાતેથી મેળવી શકાશે. તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી વી.બી.પરમારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *