રાજકોટ ઈ-ગુજકોપ તથા હ્યુમન સોર્સીસના મદદથી શંકાસ્પદ મોટરસાયકલ સાથે ઈસમને પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ.
રાજકોટ શહેર તા.૧૧/૬/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર મિલ્કત સબંધી ગુન્હા અટકાવવા તેમજ પો.સ્ટે વિસ્તાર માં થયેલ વાહનચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે જેવા અનડિટેકટ ગુન્હાઓને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય જે અન્વયે અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરી આરોપીને પકડી લેવા P.I બી.વી.બોરીસાગર નાઓએ સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ડી-સ્ટાફના એસ.એમ.રાણા તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ દ્રારા અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરવા સારુ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડના સાગરભાઈ દામજીભાઈ માવદીયા તથા પી.સી. ધર્મેશભાઈ ખોડાભાઈ ખાંડેખા નાઓની સંયુકત હકીકત આધારે જ્યુબેલી ચોક પાસેથી એક ઇસમને શંકાસ્પદ હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે પકડી ઇસમ પાસે રહેલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ આઘાર પુરાવા માંગતા કોઈ આધાર પુરાવા ન હોય જેથી મજકુર ઇસમની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા મોટરસાયકલ સીવીલ હોસ્પીટલના પાર્કીંગ માંથી આશરે ૧૦ દિવસ પહેલા ચોરી કર્યાનુ જણાવતો હોય જેથી મોટરસાયકલ નંબર ઈ-ગુજકોપ ડેટામાં ચેક કરતા રાજકોટ શહેર પ્રધ્યુમનનગર પો.સ્ટે. B.N.S કલમ-૩૦૩(૨) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે મોટરસાયકલ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેકટ કરી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. હાર્દીકભાઈ જીલુભાઈ બાલસરા ઉ.૨૭ રહે.નવાગામ રામાપીર મંદીર પાસે રાજકોટ મૂળ રહે,ગામ સોખડા તા.માળીયા મીયાણા જી.મોરબી.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


