સુરત આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે સૌરાષ્ટ્રવાસી ઓ પધાર્યા સ્વ. સૂરેશકુમાર સેવા ટ્રસ્ટ દ્વારા અનાથ તથા મનોદિવ્યાંગોને વિનામૂલ્યે યાત્રા કરાવાઈ
અમરેલી સ્વ. સૂરેશકુમાર સેવા ટ્રસ્ટ દ્વારા અનાથ તથા મનોદિવ્યાંગોને વિનામૂલ્યે યાત્રા કરાવાઈ અમરેલીનાં બાબાપુર ગામમાં આવેલ ગૌરવશાળી સંસ્થા
શ્રી સર્વોદય સરસ્વતી મંદિર બાલઘર (અનાથાશ્રમ)નાં બાળકો તેમજ સુરત ના કામરેજ સ્થિત ધોરણપારડી આશીર્વાદ માનવ મંદિરના માનસિક રીતે અસ્વસ્થ મંદબુદ્ધિનાં લોકોને ત્રણ દિવસ ત્રણ રાત્રિનો દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, રૂક્ષ્મણી મંદિર, સોમનાથ જ્યોતિર્લિંગ, ભાલકાતીર્થ, ખોડલધામ કાગવડ, શ્રી સ્વામિનારાયણ મંદિર ગોંડલ, પૂ. જલારામબાપાનું મંદિર વીરપુર, શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર, શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ વગેરે અલગ-અલગ યાત્રાધામોમાં સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટ સુરત તરફથી પ્રમુખ પી.ડી. દેસાઈ તથા ઉપપ્રમુખ જયશ્રીબેન દેસાઈ દ્વારા વિનામૂલ્ય દેવદર્શન યાત્રા પ્રવાસ કરાવાયો. જેમને ભાગ્યે આવો લ્હાવો મળે છે તેવા યાત્રાળુઓ આ ધાર્મિક યાત્રાથી ખુશી અનુભવી.હતી સુરત આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાત થી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરતા યાત્રિકો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા



