સુરત સમસ્ત ભંડેરી પરિવાર દ્વારા સ્નેહમિલન સમારોહ અને BPPL ભંડેરી પરિવાર પ્રીમિયર લીગ યોજાય
સુરત સમસ્ત ભંડેરી પરિવાર દ્વારા આયોજિત ભંડેરી પરિવાર સ્નેહમિલન સમારોહ અને BPPL ભંડેરી પરિવાર પ્રીમિયર લીગ નું સુરત ખાતે ભવ્ય આયોજન યોજાયું જેમાં કુલ ૫ ટીમ એ ભાગ લીધેલ અને અંતે ભારે રસાકસી બાદ સરદાર ૧૧ નો વિજય થયો હતો.
સ્નેહમિલન અને ટુર્નામેન્ટ માં સમસ્ત ભંડેરી પરિવાર ના પ્રમુખ સંજયભાઈ છગનભાઈ ભંડેરી – વેળાવદર ( હાલ – અમદાવાદ ), પ્રફુલભાઈ ભંડેરી, મનદીપભાઈ ભંડેરી – ઇસ્કોન ગાંઠિયા અમદાવાદ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહેલ સમગ્ર આયોજનના આયોજકો સ્નેહમિલન કમિટી લક્કી ભંડેરી ચૌત્રા, પ્રકાશ ભંડેરી વિભાપર, દિનેશ ભંડેરી વિભાપર, વ્રજતુલ ભંડેરી ગરમલી તેમજ ટુર્નામેન્ટ ના આયોજકો હિરેન ભંડેરી ધુતારપૂર ( વાયડો ગ્રુપ ) અને હિરેન ભંડેરી લુવારીયા ને તમામ વડીલ મહેમાનો એ આ તકે શુભેચ્છાઓ પાઠવી.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા



