વિશ્વ શાંતિ ના હિમાયતી કબીર સમાધિ મંદિર વડોદરા માજલપુર આયોજિત ૬૨૭ મી કબીર જ્યંતી ઉજવાય
વડોદરા માજલપુર કબીર સમાધિ મંદિર ખાતે ૬૨૭ મી કબીર જ્યંતી ઉજવાય પરંપરા ગત જુદી જુદી જગ્યા સ્થિત વિવિધ સાહેબો અને શ્રધ્ધાળુ ભાવિકો ની ઉપસ્થિતિ માં મંદિર ના ઉતરા અધિકારી મહંત શ્રી શુકિત સાહેબ ના વરદહસ્તે આનંદ આરતી કાર્યક્રમ સંપન્ન કરાયો હતો આ તકે કુશળ કલમ નવેશી ફિલિગ્સ સામાયિક પરિવાર ના મોભી અતુલભાઈ શાહ વડોદરા ના પૂર્વ ડેપ્યુટી મેયર હરજીવનભાઈ સત્ય ની શોધ દૈનિક ના તંત્રી નિલેશભાઈ પાઠક સહિત અનેક મહાનુભવો ની પ્રેરક ઉપસ્થિતિ માં રાષ્ટ્રીય નવ નિર્માણ ની શુભ કામના વ્યક્ત કરી હતી ૫૦ થી વધુ મહંત શ્રી વિવિધ સંપ્રદાય ના સાધુ સંતો ભેખધારી ઓ ૧૦૦ થી વધુ વૈરાગ્ય ભાવિકો હાજર રહ્યા હતા ભોજન ભંડારો ભેટ પૂજા દાન દક્ષિણા અર્પણ કરાય હતી આ પ્રસંગે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ આધુનિક ભારત સંદર્ભ માં યુગ પરિવર્તન માટે અધિકાર પ્રાપ્ત શિક્ષણ આરોગ્ય સહિત વ્યસન મુક્ત સમાજ રચના માં આમૂલ પરિવર્તન માટે માર્મિક ટકોર સાથે શીખ આપતા જણાવ્યું હતું કે હિંસા બર્બરતા ઓ લોહી તરસ્યા નેતા ઓ વિશે આકરી ટકોર કરી હતી દુર્લભ મનુષ્ય અવતાર માં શ્રેષ્ટતમ કર્મો કરવા નો સદેશ આપતું મનનીય વક્તવ્ય આપ્યું હતું વિશ્વ શાંતિ ના હિમાયતી સદગુરુ માનવ એકતા ના મજહબી કબીર સાહેબ ના જીવન કવન ને તાદ્રશ્ય કરાવતા ક્રાંરીકારી સ્વામી માર્ગીયસ્મિતજી ને સ્થિરપ્રજ્ઞ બની સાંભળતા શ્રોતા ઓ વચ્ચે ૬૨૭ મી કબીર જ્યંતી ની ભાવ પૂવક ઉજવણી કરાય હતી સંત કબીર ના ઉપદેશ ઉદેશો ભાઈચારો માનવતા વાદી અભિગમ ને ક્રાંતિકારી માર્ગીયસ્મિતજી એ દર્શાવ્યા હતા
રિપોર્ટ નટવરલાલ ભાતિયા


