Gujarat

શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અબોલ પ્રાણીઓ માટે

શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અબોલ પ્રાણીઓ માટે

તા.૧૫, જૂને “કરુણા રથ” એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરાશે.

મુંબઈ શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અબોલ પ્રાણીઓ માટે મહારાષ્ટ્રના અમરાવતી ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ “કરુણા રથ” (એનિમલ હાઈડ્રોલિક એમ્બ્યુલન્સ) નું દાતાશ્રીના સહયોગથી લોકાર્પણ કરાશે.પરોપકારી કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા જીવદયા અને ગોસેવાના ઉમદા હેતુ સાથે શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજસેવામાં વધુ એક પ્રશંસનીય પગલું ભરવામાં આવી રહ્યું છે. પ્રાણી કલ્યાણ અને સંરક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવતા, ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીના સહયોગથી અદ્યતન સુવિધાઓથી સજ્જ “કરુણા રથ” (એનિમલ હાઈડ્રોલિક એમ્બ્યુલન્સ) નું ગોકુલમ ગૌરક્ષણ સંસ્થા, નાંદુરા (બુ.), અમરાવતી મહારાષ્ટ્ર ખાતે તા. ૧૫ જૂન-૨૦૨૫, રવિવારના રોજ સાંજે ૪:૩૦ વાગ્યે લોકાર્પણ કરાશે.માતુશ્રી હરખુબેન રમણીકભાઈ ગાલા અને ભાઈ શ્રી લક્ષ્મીચંદ ગાંગજી સાવલાની પુણ્ય સ્મૃતિમાં આ “કરુણા રથ” સમર્પિત કરવામાં આવશે.હાઈડ્રોલિક એમ્બ્યુલન્સ બીમાર, ઘાયલ અને અકસ્માતનો ભોગ બનેલા અબોલા જીવોને તાત્કાલિક સારવાર અને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. આ એમ્બ્યુલન્સ સેવા પ્રાણીઓ માટે જીવનરેખા સમાન બની રહેશે, જે તેમને યોગ્ય સમયે તબીબી સહાય પૂરી પાડવામાં મદદ કરશે. શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટનો આ પ્રયાસ પ્રાણીઓ પ્રત્યે કરુણા અને સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. “દાનમ્ મિત્ર મનુષ્ય” અને “ગોમાતા સેવા પરમોધર્મ” ના સૂત્રોને સાર્થક કરતા, આ અદ્યતન એમ્બ્યુલન્સ બીમાર અને ઘાયલ પશુઓને તાત્કાલિક સારવાર અને સુરક્ષા પૂરી પાડવા માટે સજ્જ છે.
આ “કરુણા રથ” નું લોકાર્પણ શ્રીમતી કાજલબેન સતીશભાઈ સાવલા અને પરિવાર (મુંબઈ) ના શુભહસ્તે થશે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શ્રી નિર્દોષજી પુગલિયા (અધ્યક્ષ, શ્રી જૈન શ્વેતાંબર મંડળ ભદ્રાવતી) ઉપસ્થિત રહેશે. પ્રમુખ અતિથિ તરીકે સચિન કલંત્રે (આયુક્ત, મહાનગરપાલિકા અમરાવતી), શ્રી જયેશભાઈ શાહ (જરીવાલા) (મેનેજિંગ ટ્રસ્ટી, શ્રી આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈ) ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે.આ પ્રસંગે, ડો. હેમંત મુરકે, ડો. કરુણા મુરકે, જસવંત લાલજી લુનિયા, વિનય બોથરા સહિત ગોકુલમ ગૌરક્ષણ સંસ્થાના પ્રતિનિધિઓ સહિતની ટીમ હાજર રહેશે.”કરુણા રથ” (એનિમલ હાઈડ્રોલિક એમ્બ્યુલન્સ) લોકાર્પણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત સૌ માટે ભોજન-પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલ છે કાર્યક્રમ અંગેની તથા ગોકુલમ ગૌરક્ષણ સંસ્થા અંગેની વિશેષ માહિતી માટે મો. નં. ૮૨૩૭૬૯૧૧૨૧, મો. નં. ૯૬૬૫૧૧૩૧૧૧, મો. નં. ૯૩૭૧૪૦૫૧૦૪ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250612-WA0065.jpg