ખેડૂત પોતે જ પોતા નો વકીલ શેઢા પાળા ના કજિયા ટાળો રેવન્યુ નિષ્ણાત કોટડીયા ની અધ્યક્ષતા માં પાંચ મી ખેડૂત શિબિર યોજાય
રાજકોટ રામવન ખાતે પાંચ મી ખેડૂત શિબિર યોજાય ખેડૂતો માટે રેવન્યુ નિષ્ણાંત રમણીકભાઈ કોટડીયા કોટડીયા ની અધ્યક્ષતા માં પાંચમાં તાલીમ કેમ્પમાં આખા ગુજરાતમાંથી આવેલ તમામ ખેડૂતો દ્વારા પ્લેન ક્રેશમાં લાડીલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી તેમજ તમામ દિવ્ય આત્માને શ્રદ્ધાંજલી અર્પી રાજકોટ તા.૧૪-૦૬-૨૦૨૫ના રોજ રેવેન્યુ નિષ્ણાંત રમણીકભાઈ કોટડીયા દ્વારા રાજકોટમાં આજીડેમથી રામવન પટાંગણમાં સવારે ૯ વાગ્યે આખા ગુજરાતમાંથી ખેતીવાડી રેવન્યુની માહિતી લેવા દર વખતની જેમ ભેગા મળ્યા ખેડૂત તાલીમ કેમ્પની શરૂઆત કરતા પહેલા જ ગુજરાતમાં મોટામાં મોટો અકસ્માત પ્લેન ક્રેશ થવાથી ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી લાડીલા રૂપાણીભાઈ તેમજ આશરે ૨૭૦ દિવંગતોના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે અને તેમના પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે એમ રમણીકભાઈ કોટડીયા તેમજ ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઇ પાનશેરીયા તેમજ ગુજરાતમાંથી આવેલ જગતના તાત એવા ખેડૂતોએ મૌન રાખી ઓમ શાંતિ સાથે રેવન્યુ પ્રશ્નોતરી સ્થળ પર જવાબ આપતા નિષ્ણાંત એડવોકેટ કોટડીયા દ્વારા જણાવ્યું હતું કે ખેડૂત પોતે પોતા નો વકીલ બને જાગૃત બનો જાણકાર બનો ની શીખ સાથે રેવન્યુ કાયદા ઓ નીતિ ઓ રેવન્યુ તકરારો રેવન્યુ રસ્તા ઓ બીજા હક્કો રેવન્યુ હક્ક અધિકારો રેવન્યુ નોંધ સહિત ની દરેક બાબતો માં ખેડૂતો ને મુજવતા પ્રશ્નો અંગે સચોટ માર્ગદર્શન આપ્યું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા



