વાવ તાલુકાના દેવપુરા પાટિયા નજીક મીઠા જતા રોડ પર રવિવારે પાંચથી છ માસના ભ્રૂણનો મૃતદેહ મળ્યો હતો.
કોઈ અજાણી સ્ત્રીએ પોતાનું પાપ છુપાવવા માટે ભ્રૂણને જન્મ આપ્યા બાદ મૃત હાલતમાં રસ્તાની બાજુમાં ત્યજી દીધો હતો.
ઘટનાની જાણ થતા વાવ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ભ્રૂણને વાવ રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યું.
ત્યાં પી.એમ. કરાવ્યા બાદ દફનવિધિ કરવામાં આવી હતી. વાવ પોલીસ મથકે અજાણી મહિલાના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

