Gujarat

રાજકોટ CCTV તથા હ્યુમન સોર્સીસના મદદથી ઘરફોડ તથા મોબાઇલ ચોરીના અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરતી એ-ડીવીઝન પોલીસ.

રાજકોટ CCTV તથા હ્યુમન સોર્સીસના મદદથી ઘરફોડ તથા મોબાઇલ ચોરીના અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરતી એ-ડીવીઝન પોલીસ.

રાજકોટ શહેર તા.૧૬/૬/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સબંધી ગુન્હા અટકાવવા તેમજ પો.સ્ટે. વિસ્તારમાં થયેલ વાહનચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે જેવા અનડિટેકટ ગુન્હોઓને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય, જે અન્વયે અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરી આરોપીને પકડી પાડવા બી.વી.બોરીસાગર નાઓએ સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ડી-સ્ટાફના એસ.એમ.રાણા તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડના કનુભાઇ બસીયા તથા સાગરભાઇ માવદીયા તથા ધર્મેશભાઈ ખાંડેખા નાઓની સંયુકત હકીકત આધારે રામનાથ પરા જુની જેલના ઝાપા પાસેથી બે ઇસમોને અલગ-અલગ કંપનીના ફૂલ-૧૭ શંકાસ્પદ (ચોરાઉ) મોબાઇલ ફોન તથા એક રીયલ-મી કંપનીના ઈયર બર્ડ્સ સાથે પકડી પાસે રહેલ મોબાઇલ ફોનના બીલ માંગતા ન હોય જેથી બન્ને ઇસમોની યુક્તિ-પ્રયુક્તિથી પુછ પરછ કરતા તમામ મોબાઇલ ફોન પોતે રાજકોટ શહેરમાં અલગ-અલગ જગ્યાએથી ચોરી કરેલ હોવાનુ જણાવતા બન્ને ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. (૧) સુબ્રમની બાલરાજ તાંબલ ઉ.૨૩ રહે.૫૨૮ ઉદયરાજ પાલીયમ પોસ્ટ થોન્ટાલમ તા.અમ્બુર જિ.વેલ્લોર રાજ્ય તામીલનાડુ (૨) કુમરેસન મારીભાઇ તાંબલ ઉ.૧૯ રહે.વિનયાગર કોઇલ સ્ટ્રીટ ઉદયરાજ પાલીયમ પોસ્ટ થોન્ટાલમ તા.અમ્બુર જિ.વેલ્લોર રાજ્ય તામીલનાડુ. આ કામે પકડાયેલ આરોપીઓ બન્ને સાથે મળી વહેલી સવારના સમયગાળા દરમ્યાન ગરમીના કારણે પોતાના ઘર, મકાન કે રૂમનો દરવાજો ખુલ્લો રાખી સુતા હોય તેનો લાભ લઈ ઘરમાથી મોબાઇલ ફોન ચોરી કરી લઈ લેવાની ટેવ ધરાવે છે. રાજકોટ શહેર એ-ડીવીઝન BNS કલમ-૩૦૫(એ), ૩૩૧(૩) મુજબ ગુનાઓ દાખલ થયેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250616-WA0065.jpg