કપડવંજ શહેરના અંતિસર દરવાજા વિસ્તારમાં ચાલતા જુગારના અડ્ડા પર ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ પોલીસે દરોડો પાડ્યો છે. આ કાર્યવાહીમાં વરલી મટકા અને આક ફરકનો જુગાર રમતા 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓમાં ઈર્શાદ સૈયદ, અશરફખાન ઉર્ફે શાહરૂખ પઠાણ, વાઘા પરમાર, આશીષ મકવાણા, વાસુદેવ વાઘેલા, સુરેશ વાઘેલા, નાગજી મારવાડી અને ભરત મારવાડીનો સમાવેશ થાય છે.
પોલીસ પૂછપરછમાં ઈર્શાદ સૈયદ અને અશરફખાને કબૂલાત કરી છે કે આ જુગારનો અડ્ડો ત્રણ લિસ્ટેડ ગેમ્બલર્સ દ્વારા સંચાલિત થતો હતો.
આ ત્રણ લિસ્ટેડ ગેમ્બલર્સ ઈલીયાસઅલી ઉર્ફે બોડર સૈયદ, જાકીરઅલી સૈયદ અને સમીરઅલી સૈયદ છે.
તેઓ દર કલાકે અડ્ડા પર આવીને જુગારના નાણાં એકત્ર કરતા હતા. દરોડા દરમિયાન આ ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
પોલીસે કુલ 11 આરોપીઓ વિરુદ્ધ કપડવંજ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધ્યો છે. આ કાર્યવાહીમાં રોકડ રકમ અને મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 33,320નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
સ્ટેટ વિજિલન્સની આ કાર્યવાહીએ કપડવંજ ટાઉન પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉભા કર્યા છે.

