પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવતીકાલે 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં 24 સામાન્ય અને 3 પેટા ચૂંટણીનો સમાવેશ થાય છે. મતદાન પ્રક્રિયા માટે કુલ 68 મતદાન મથકો સ્થાપવામાં આવ્યા છે.

શાંતિપૂર્ણ ચૂંટણી માટે વહીવટી તંત્રે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી છે. કાંકરી સ્થિત પી.એમ. મોડેલ સ્કૂલમાં ડિસ્પેચ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે.
અહીંથી મતદાન પેટીઓ અને જરૂરી સ્ટેશનરી સામગ્રી સાથે કર્મચારીઓને મતદાન મથકો પર મોકલવામાં આવ્યા છે.

ચૂંટણી દરમિયાન 340 કર્મચારીઓ ફરજ બજાવશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સુરક્ષા બંદોબસ્તમાં 3 પીઆઈ, 1 પીએસઆઈ, 10 એએસઆઈ, 11 હેડ કોન્સ્ટેબલ, 49 પોલીસ કોન્સ્ટેબલ, 60 હોમગાર્ડ અને 55 જીઆરડી જવાનો તૈનાત રહેશે.

