મનોદિવ્યાંગ બાળકોની વિકાસશીલતાર્થે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ-ગાયત્રી પરિવાર દ્વારા યોગ દિવસ ઉજવાયો
અમદાવાદ વિશ્વ યોગ દિવસ નિમિત્તે આજે તા.૨૧ જૂન ૨૦૨૫ સવારે ૧૦-૩૦ કલાકે મનોદિવ્યાંગ બાળકોની શારીરિક માનસિક વિકાસશીલતાર્થે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ-ગાયત્રી પરિવાર નારણપુરા-લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલના સહયોગથી ભારતીબેન સોલંકી દ્વારા નિ:શુલ્ક યોગ-ધ્યાન શીબીર કાર્યક્રમ અંતર્ગત આયોજન અમદાવાદ નવાવાડજ,અખબાર નગર સર્કલ નજીક આવેલ સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન સંસ્થા ખાતે યોજવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમના અંતે તાજેતરમાં અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દિવગંત થયેલાની આત્મ શાંતિ માટે મૌન તથા ઈજાગ્રસ્તોના સ્વાસ્થ્યનું સંવર્ધન જલદી થાય તે માટે સૌ ઉપસ્થિતો દ્વારા વૈદિક ગાયત્રી મંત્ર-મહામૃત્યુંજ્ય મંત્રના મંત્રોચ્ચાર દ્વારા સમૂહ પ્રાર્થના કરવામા આવી હતી ગાયત્રી પરિવાર નારણપુરાના શ્રી કનુભાઈ પટેલ,લાયન્સ ક્લબના શ્રી ગીરીશભાઈ પટેલ,સ્મિત ચાઇલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટના સંચાલક શ્રીચંદ્રસિંંહ ચૌહાણ હાજર રહ્યા હતા દરેક બાળકોને ફુલ સ્ક્રેપ ચોપડાનું વિતરણ ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા


