પાલનપુર ખાતે આવેલ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે શનિવારે સવારે 6.30 કલાકે 11મો વિશ્વ યોગ દિવસ ઉજવાયો હતો. કાર્યક્રમમાં યોગ ટ્રેનર સંજયભાઈ મોદીએ યોગનું મહત્વ સમજાવ્યું હતું.
યોગ શા માટે કરવો જોઈએ તેની માહિતી આપી હતી. બાળકોને યોગ કરાવ્યા હતા.ઉજવણીમાં બાળ કલ્યાણ સમિતિના બનાસકાંઠાના ચેરમેન જયેશ ભાઈ દવે, મહામંત્રી જીતુભાઈ મોદી,જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. આશિષ ભાઈ જોશી, બાળ સુરક્ષા એકમ, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, ચિલ્ડ્રન હોમ, શિશુ ગૃહના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આશ્રય લઇ રહેલા બાળકો અને શહેરના અગ્રણીઓએ યોગમાં ભાગ લીધો હતા.

