કાર્યક્રમની શરૂઆત યોગના મહત્વ અંગે માર્ગદર્શન સાથે થઈ હતી.આ ઉજવણી અંતર્ગત શાળાના તમામ વિધાર્થીઓ અને શિક્ષકમંડળે સામૂહિક યોગાભ્યાસ કર્યો. યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા શારીરિક તથા માનસિક આરોગ્ય જાળવવાના સકારાત્મક સંદેશ સાથે સમગ્ર આયોજન કરવામાં આવ્યું.
વિદ્યાર્થીઓમાં યોગ પ્રત્યેની રુચિ વિકસે તે હેતુથી યોગદિન નિમિત્તે વકૃત્વ સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં અનેક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાની પ્રતિભા રજૂ કરી.
શાળાના મુખ્યાધ્યાપકે સમગ્ર કાર્યક્રમ દરમિયાન યોગના દૈનિક જીવનમાં મહત્વ અંગે વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક ઉદબોધન આપ્યું અને સંકલ્પ કર્યો કે દરેક વિદ્યાર્થીઓ દૈનિક જીવનમાં યોગને સ્થાન આપે.
પરેશ લશ્કરી