પાલનપુરમાં રથયાત્રા અગાઉ ભગવાન જગન્નાથજી રવિવારે ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે મોસાળમાં પર્ધાયા હતા.
જયાં સ્વાગત કરાયું હતુ. અહીં ભગવાન પાંચ દિવસ રહેશે. દરરોજ ભોજન પ્રસાદ સહિત ભજન સત્સંગના કાર્યક્રમો થશે.
પાલનપુરમાં આગામી શુક્રવારે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા નીકળશે. જેની શ્રીરામ સેવા સમિતી અને સમસ્ત હિંદુ સંગઠનો દ્વારા તૈયારીઓ ચાલી રહી છે.
દરમિયાન પાંચ દિવસ પહેલા ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે મોસાળમાં પર્ધાયા હતા.
એગોલા રોડ પાલનપુર ખાતે મોસાળ પક્ષ ગિરીશભાઈ છોટાલાલ ઠક્કર ( ઈશાન ગ્રુપ) દ્વારા ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.