સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના લીલાપુર ગામમાં ગઈકાલે એક ટ્રેક્ટર નદીમાં ખાબક્યું હતું. જેથી ભારે અફરાતફરી મચી હતી.
ઘટના મુજબ, દુરશીંગ નામનો ડ્રાઈવર લીલાપુરની સીમમાં આવેલા ખેતરથી ગામ તરફ ટ્રેક્ટર લઈને આવી રહ્યો હતો.
નદીના પુલ પર પહોંચતાં તેણે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ કારણે ટ્રેક્ટર સીધું નદીમાં ખાબક્યું હતું.
નદીમાં પાણી ભરેલું હોવાથી ટ્રેક્ટર સંપૂર્ણપણે ડૂબી ગયું હતું. જો કે, સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો.
અકસ્માતની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, લખતર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે.
ચોમાસા દરમિયાન નદી-નાળા પરના નબળા પુલો વાહનચાલકો માટે જોખમી બની રહ્યા છે.







