સુરેન્દ્રનગર શહેરના પીએનટી કોલોનીના રહીશોએ 5 દિવસથી પાણી નિકાલના પ્રશ્ને પરેશાની ભોગવી રહ્યા છે. જેની મૌખિક રજૂઆતો છતાં પગલાં ન લેવાતા લોકોમાં રોષ ફેલાયો હતો અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી.
સુરેન્દ્રનગર શહેરના પીએનટી કોલોનીના રહીશોએ વરસાદ અટક્યાને 5 દિવસ થયા છતાં પાણી નિકાલ નહીં થવાથી હાલાકી થતી હોવાની ફરિયાદો કરી હતી.
વરસાદી પાણીના યોગ્ય નિકાલ ન હોવાને કારણે દર વર્ષે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ અંગે રહેવાસીઓએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષે વરસાદ આવે ત્યારે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે.
ચાલવામાં તકલીફ પડે છે, ઘરમાં ગંદકી, મચ્છરજન્ય રોગચાળાની ભીતિ ઊભી થતી હોય છે. આ માટે તંત્રને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પગલા નહીં લેવાતા રહીશોએ તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.