નવીદિલ્હી
‘હું ક્યારેય શોપીસ નહીં બનીશપ હું સત્તામાં આવવા માટે પંજાબના લોકો સાથે ક્યારેય ખોટું બોલીશ નહીં. શું કોઈ કહી શકે કે મેં ક્યારેય ખોટું બોલ્યું છે? કારણ કે મારી પાસે ગુમાવવા માટે કંઈ નથી.” સિદ્ધુએ કહ્યું કે, તેઓ કોંગ્રેસના નેતાઓ-રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પ્રત્યે સમર્પિત છે. તેમણે કહ્યું કે પાર્ટી તેમને જે પણ કામ આપશે, તે કરશે અને પંજાબના લોકોને ક્યારેય છેતરશે નહીં. આ પહેલા બાબા બકાલાની એક રેલીમાં પોતાનું દર્દ વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે, ‘હું શક્તિહીન અધ્યક્ષ છું.’ આ દરમિયાન તેમણે રાજ્યની ચન્ની સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. રેલીમાં પોતાના સંબોધન દરમિયાન સિદ્ધુએ કહ્યું હતું કે, ‘હું માત્ર એક અધ્યક્ષ છું. હું જનરલ સેક્રેટરીની નિમણૂક પણ કરી શકતો નથી. હકીકતમાં, સિદ્ધુએ ૨૨ જિલ્લા પ્રમુખોની નિમણૂક માટે નામોની યાદી પાર્ટીને સુપરત કરી હતી, જેને પાર્ટી નેતૃત્વએ ફગાવી દીધી હતી. સિદ્ધુ ઇચ્છતા હતા કે, કોંગ્રેસના નેતા સુનીલ જાખડ દ્વારા નિયુક્ત જિલ્લા પ્રમુખોને તેમના પદ પરથી હટાવવામાં આવે અને સિદ્ધુની યાદી પર મહોર લગાવવામાં આવે, પરંતુ પાર્ટીએ તેમની યાદીની અવગણના કરી. જાે કે, થોડા કલાકો પછી સિદ્ધુએ કહ્યું કે તેઓ પાર્ટી દ્વારા આપવામાં આવેલી જવાબદારીનું પાલન કરશે.કોંગ્રેસના પંજાબ એકમના પ્રમુખ નવજાેત સિંહ સિદ્ધુએ કહ્યું કે તેઓ ચૂંટણી જીતવા માટે ક્યારેય ‘શો પીસ’ નહીં બને અને સત્તામાં આવવા માટે રાજ્યના લોકો સાથે ક્યારેય ખોટું નહીં બોલે. ક્રિકેટમાંથી રાજનીતિમાં આવેલા સિદ્ધુએ કહ્યું કે, તેણે જીવનમાં ક્યારેય કોઈ પદ માંગ્યું નથી, પરંતુ હંમેશા પંજાબનું કલ્યાણ ઈચ્છે છે. તેણે કહ્યું, ‘ન તો મેં જીવનમાં કંઈ માંગ્યું છે અને ન તો ક્યારેય આવું કરીશ. મેં ક્યારેય લોકો પાસેથી વોટ પણ માંગ્યા નથી. તેઓ ‘બોલદા પંજાબ’ જાહેરસભામાં બોલી રહ્યા હતા. સિદ્ધુએ કહ્યું, ‘જવાબદારી તમને વધુ સારી કે કડવી બનાવે છે. મને કડવો અનુભવ છે. પંજાબમાં ત્રણ સરકારો બનાવવામાં મારી મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. હું પ્રચાર કરી રહ્યો હતો. પરંતુ આ સિસ્ટમમાં સારી વ્યક્તિને ‘શો પીસ’ બનાવી દેવામાં આવે છે. તેને માત્ર ચૂંટણી જીતવા માટે રાખવામાં આવ્યો છે.


