માણાવદર અનસુયા ગૌધામ ચેરીટેબલ ટ્રસ્ટની યૂ ટ્યુબ ચેનલે ૧ લાખ સબસ્ક્રાઇબ પૂર્ણ કર્યા
આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલ માણાવદરના અનસુયા ગૌધામ ચેરીટેબલ ટ્રસ્ટની યૂ ટ્યુબ ચેનલે એક લાખ સબસ્ક્રાઇબ પૂર્ણ કરતા તમામ ગૌશાળાઓના સંચાલકો- મિત્રો અને સેવાકીય સંસ્થાઓ દ્વારા હિતેન શેઠ ઉપર શુભકામના અને અભિનંદનની વર્ષા વરસવા લાગી છે. એક લાખ સબસ્ક્રાઇબ પૂર્ણ થતા સંસ્થાને સિલ્વર બટન યૂ ટ્યુબ તરફથી મળ્યું છે.
આ સિલ્વર બટનને ખુલ્લુ મુકતા માણાવદરના ગણેશ મંદિરના મહંત આનંદદાસ બાપુએ અનસુયા ગૌધામ ચેરીટેબલ ટ્રસ્ટને વધાઈ આપી હતી. યૂ ટ્યુબ બટન આવતા અનસુયા ગૌધામ ચેરીટેબલ ટ્રસ્ટએ એક વિશાળ પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં શહેરના વકીલો, ડોક્ટરો, પત્રકારો, મામલતદાર, પીઆઈ, નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર તથા અન્ય સ્થાનિક તથા બહારના આમંત્રિતોએ હાજરી આપી હતી અને સહુએ સાથે ભોજન પણ લીધું હતું
તસવીર અહેવાલ
જીજ્ઞેશ પટેલ માણાવદર



