રાજકોટ ઇ-ગુજકોપ તથા હ્યુમન સોસીંસનો ઉપયોગ કરી, ચોરીનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરતી થોરાળા પોલીસ સ્ટેશનની ટીમ.
રાજકોટ શહેર તા.૨૬/૬/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં સખત પેટ્રોલીંગ ફરી અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરવા કડક સૂચના હોય. જે અનુસંધાને એન.જી.વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એમ.એસ.મહેશ્વરી તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સખત પેટ્રોલીંગમાં રહી ચોરીના અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના કરેલ જે અનુસંધાને પેટ્રોલીંગ દરમ્યાન દેવશીભાઇ ખાંભલા તથા હસમુખભાઇ નિનામા તથા રાકેશભાઇ બાલાસરા નાઓને સંયુક્ત હકિકત મળેલ કે, એક ઇસમ ચોરી કરેલ મોટરસાયકલ સાથે આજી GIDC માટેલ ચોકથી આગળ ઉભેલ છે જેથી જગ્યાએ જઇ શંકાસ્પદ મોટરસાયકલ સાથે મળી આવતા ઇસમની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરી મજકુર ઇસમ પાસે મળી આવેલ મોટરસાયકલ બાબતે ઇ-ગુજકોપમાં વેરીફાઇ કરતા મોટરસાયકલ ચોરી બાબતે થોરાળા પોલીસ સ્ટેશનના BNS કલમ-૩૦૩(૨) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેથી ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. થોરાળા પોલીસ સ્ટેશન BNS કલમ-૩૦૩(૨) મુજબ કિશનભાઇ ઉર્ફે કિશો પુંજાભાઇ માવજીભાઇ પરમાર ઉ.૩૧ રહે,આંબેડકરનગર શેરીનં-૧૪, કાનાભાઇનુ મફતીયુ, ૮૦ ફુટ રોડ, રાજકોટ. એક હીરો કંપનીનુ પોલીસ પટ્ટા કલરનું સ્પેલેન્ડર પ્લસ મોટરસાયકલ જેની આગળ પાછળ નંબર પ્લેટ જોવામાં આવતી નથી.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


