કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ ‘વશ લેવલ 2’ 27 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં લીડ રોલમાં જાનકી બોડીવાલા, હિતેનકુમાર, મોનલ ગજ્જર તથા હિતુ કનોડિયા છે. આ ફિલ્મ ‘વશ’ની સીક્વલ છે.
આટલું જ નહીં, આ ફિલ્મ પરથી હિંદી ફિલ્મ ‘શૈતાન’ પણ બની હતી. અજય દેવગન-આર માધવન તથા જાનકી બોડીવાલા લીડ રોલમાં હતાં.ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ માટે જાનકી IIFAમાં બેસ્ટ સપોર્ટિંગ રોલનો અવૉર્ડ શાહરુખ ખાનના હાથે આપવામાં આવ્યો હતો.
તાજેતરમાં જ ‘વશ લેવલ 2’નું હિતુ કનોડિયાનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું. પોસ્ટરમાં હિતુ કનોડિયાના ચહેરા પર ડર જોવા મળે છે. આ ફિલ્મની વાર્તા સારા અને ખરાબ વચ્ચેની લડાઈ પર આધારિત છે.