ખેડા જિલ્લામાં અષાઢી બીજ નિમિત્તે વિવિધ સ્થળોએ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
નડિયાદના સંતરામ મંદિરમાં સવારે રામદાસજી મહારાજ અને સંતોએ ભગવાન જગન્નાથજીનું પૂજન-અર્ચન કર્યું.
રથયાત્રા મંદિર પટાંગણથી નીકળી રામજી મંદિર, ગીતામંદિર, છાંગેશ્વર મહાદેવ થઈને પરત ફરી હતી.

મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરમાં અનોખી રથયાત્રાનું આયોજન થયું. સૈન્યના 100 નિવૃત્ત જવાનોએ રથયાત્રાનું સંચાલન કર્યું. 23 કિલોમીટર લાંબી આ રથયાત્રા 54 ગામડાંમાં ફરશે.
મુખ્ય રથને રાફેલ જેટની પ્રતિકૃતિનું સ્વરૂપ અપાયું છે. રથયાત્રામાં 25થી વધુ ટ્રેક્ટર, 15થી વધુ ટેબ્લો અને 11 હાથી-ઘોડા સામેલ થયા.

વડતાલ મંદિરમાં સાંજે 4 વાગ્યે ગોમતીજી ખાતેથી રથયાત્રા નીકળશે. મંદિરમાં બિરાજેલા દેવોને 500 કિલો જાંબુ ધરાવવામાં આવશે.
પાંચ આરતી યોજાશે અને પ્રતિક રથયાત્રા પણ નીકળશે. સંપ્રદાયના ડભાણ મંદિર સહિત અન્ય મંદિરોમાં પણ રથયાત્રા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે.
