પાટણ જિલ્લાના યુવાનોને રણુજાથી પરત ફરતી વેળાએ ટેલર સાથે કાર અથડાતા અક્સમાત સર્જાયો હતો. આ અકસ્માજમાં ૨ યુવકના મોત નીપજ્યા છે જ્યારે ૨ યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. સ્થાનિક પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવાનો રાધનપુર અને સાંતલપુર વિસ્તારના રહેવાસી છે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આ અકસ્માત અંગે મીડિયા સૂત્રો દ્વારા પ્રાથમિક માહિતી અનુસાર, પાટણ જિલ્લાના યુવાનો કાર લઈને રાજસ્થાનમાં રણુજા દર્શન કરવા માટે ગયા હતા. જાે કે, દર્શન કરી રણુજાથી પરત ફરતી વેળાએ રાજસ્થાનના બાલોતરા નજીક ભારત માલા રોડ પર તેમની કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. કાર ટેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં કારના ફુરચેફુરચા બોલાયા હતા. જ્યારે કારમાં બેઠેલા બે યુવકનાં મોત નીપજ્યા છે.
આ ગંભીર માર્ગ અકસ્માતમાં બે યુવક ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતને પગલે સ્થાનિકોની ભીડ ભેગી થઈ હતી અને પોલીસને જાણ કરી હતી. સ્થાનિકોએ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી. જ્યારે, પોલીસે બંને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા યુવાનો રાધનપુર અને સાંતલપુર વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

