જગન્નાથ મંદિરથી નીકળેલી 148મી રથયાત્રા પૂર્ણ થઈ છે. રથયાત્રા બાદ ભગવાન મંદિરના પ્રાંગણમાં રાતવાસો કરે છે. જેને પગલે શનિવારે સવારે શુભમુહૂર્તમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે ભગવાન જગન્નાથજીનું ગર્ભગૃહમાં સ્થાપન કરાયું હતું.
આ પૂર્વે વહેલી સવારે પ્રાંગણમાં રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજીની નજર ઉતારવામાં આવી હતી જે બાદ રથમાં બિરાજમાન ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી. જે બાદ વાજતે ગાતે ભગવાનનો મંદિરમાં ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
જે બાદ પૂજન વિધિ કર્યા બાદ રાજભોગ આરતી કરાઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શનાર્થે ઉમટ્યા હતા. દિવસભર દર્શન માટે ભક્તોની ભીડ પણ જોવા મળી હતી.

